For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

JNU હિંસાને જોઈને રોઈ પડી સ્વરા ભાસ્કર, Video શેર કરીને કહ્યુ, પ્લીઝ હેલ્પ

જેએનયુ ઘટનાની નિંદા કરીને બોલિવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર પોતાને સંભાળી ન શકી અને તે રોઈ પડી.

|
Google Oneindia Gujarati News

રાજધાની જવાહરલાલ યુનિવર્સિટી (જેએનયુ)માં રવિવારે થયેલી હિંસા સામે મુંબઈ અને ઉત્તર પ્રદેશ સહિત દેશની ઘણી જગ્યાઓએ પ્રદર્શન થઈ રહ્યુ છે. વળી, બીજી તરફ આ ઘટનાની રાજકીય જગતમાં પણ ભારે ટીકા કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે જેએનયુ છાત્ર સંઘના અધ્યક્ષ આઈશી ઘોષ પર હુમલો થયો છે. આ હુમલામાં આઈશીના માથામાં ગંભીર ઈજા થઈ છે.

જેએનયુ છાત્ર સંઘે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પર લગાવ્યા આરોપ

આ સમગ્ર ઘટના માટે જેએનયુ છાત્ર સંઘે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ને જવાબદાર ગણાવ્યા છે. વળી, એબીવીપીએ પ્રેસ રિલીઝ જારી કરીને દાવો કર્યો છે કે આ હુમલા પાછળ લેફ્ટ વિચારધારાવાળા સંગઠનોનો હાથ છે.

રોઈ પડી સ્વરા ભાસ્કર

આ સમગ્ર ઘટનાની નિંદા કરીને બોલિવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કર પોતાને સંભાળી ન શકી અને તે રોઈ પડી. વાસ્તવમાં જેનયુ હિંસા બાદ બોલિવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે એક વીડિયો મેસેજ રિલીઝ કર્યો જેમાં તે ઈમોશનલ પણ થઈ ગઈ અને તેણે આ મામલે હિંસાનો આરોપ એબીવીપી પર લગાવ્યો છે.

આ પણ વાંચોઃ JNU હિંસાઃ છાત્રએ પ્રિયંકાને જણાવ્યુ, પોલિસે ઘણી વાર માથા પર મારી લાતઆ પણ વાંચોઃ JNU હિંસાઃ છાત્રએ પ્રિયંકાને જણાવ્યુ, પોલિસે ઘણી વાર માથા પર મારી લાત

‘દેશના ગદ્દારોને ગોળી મારો..' જેવા નારા લગાવ્યા

પોતાના વીડિયોમાં સ્વરાએ કહ્યુ કે ‘તેના પેરેન્ટ્સ પણ જેએનયુમાં જ રહે છે અને તે સમાચાર સાંભળીને ખૂબ જ શોકમાં છે, સ્વરાએ આ ઉપરાંત એક ટ્વિટમાં એ પણ જણાવ્યુ કે તેની માએ તેને એસએમએસમાં જણાવ્યુ કે નોર્થ ગેટની બહાર લોકો ‘દેશના ગદ્દારોને ગોળી મારો...' જેવા નારા લગાવી રહ્યા છે.'

સ્વરાએ કહ્યુ, અર્જન્ટ અપીલ

ત્યારબાદ સ્વરાએ ટ્વિટ પણ કર્યુ હતુ જેમાં તેણે લખ્યુ હતુ - અર્જન્ટ અપીલ, બધા દિલ્લીવાસી, બાબા ગંગનાથ માર્ગ પર જેએનયુ કેમ્પસના મેન ગેટ બહાર મોટી સંખ્યામાં પહોંચો જેથી સરકાર અને દિલ્લી પોલિસ પર એક્શન લેવા માટે દબાણ કરી શકાય અને એબીવીપીના માસ્કવાળા ગુંડાઓને જેએનયુ કેમ્પસમાં તોડફોડ અને હિંસાથી રોકી શકાય.

English summary
Swara Bhaskar cried and posted a video making an appeal to help students JNU.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X