Maharashtra: ફડણવીસના મંત્રીમંડળે લીધા શપથ, કોણ-કોણ બન્યુ કેબિનેટમંત્રી? વાંચો લિસ્ટ
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળના કેબિનેટના પ્રથમ વિસ્તરણ હેઠળ ભાજપના 20 ધારાસભ્યોને કેબિનેટ પ્રધાનોનો દરજ્જો મળશે. આ સિવાય NCP ક્વોટાના 10 અને શિવસેનાના 13 ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લઈ રહ્યા છે. નાગપુરના રાજભવનમાં નવા મંત્રીઓની શપથવિધિ થઈ. ભાજપના વડા ચંદ્રશેખર બાવનકુળે અને રાધાકૃષ્ણ વિખે પાટીલ, ચંદ્રકાંત પાટીલે શપથ લીધા.
આ સિવાય બીજેપી નેતા રાધાકૃષ્ણ વિખે પાટીલ, ચંદ્રકાંત પાટીલ, એનસીપી નેતા હસન મુશ્રીફ, બીજેપી નેતા ગિરીશ મહાજન, શિવસેનાના નેતા ગુલાબરાવ પાટીલે નાગપુરના રાજભવનમાં રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા.

આ લોકોએ લીધા શપથ
- શિવસેનાના નેતા સંજય શિરસાટે નાગપુરના રાજભવનમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા.
- ભાજપના નેતા નીતિશ રાણેએ રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા.
- ભાજપના નેતા ગણેશ નાઈકે નાગપુરના રાજભવનમાં રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા.
- શિવસેનાના નેતા દાદાજી દગડુ ભુસે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા.
- સંજય રાઠોડ અને NCP નેતા ધનંજય મુંડેને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે.
- NCPના અજિત પવાર કેમ્પના નેતા અદિતિ તટકરેને ફરીથી કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. આ પહેલા પણ તે કેબિનેટ મંત્રી રહી ચૂકી છે. તેમને ઉદ્યોગ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી હતી. અદિતિ દિગ્ગજ નેતા સુનીલ તટકરેની પુત્રી છે અને શ્રીવર્ધન બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવી છે.
- જય શાહના નજીકના ગણાતા ભાજપના ધારાસભ્ય અને મુંબઈ ભાજપ અધ્યક્ષ આશિષ શેલારે મંત્રી પદના શપથ લીધા.
- એકનાથ શિંદેના ખૂબ નજીકના શંભુરાજ દેસાઈએ મંત્રી તરીકે શપથ લીધા. તેઓ શિવસેનાની ટિકિટ પર પાટણ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા.
- ભુસાવલથી સતત ચોથી વખત જીતેલા ભાજપના નેતા સંજય સાવકરેને પણ કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. તેમણે શપથ લીધા છે.
- ડિંડોરી સીટના ધારાસભ્ય અને વરિષ્ઠ આદિવાસી નેતા અને નરહરી ઝિરવાલે મંત્રી તરીકે શપથ લીધા.
- સતારા જિલ્લાની માન સીટના ધારાસભ્ય જયકુમાર ગોરે મંત્રી તરીકે શપથ લીધા. માણિકરાવ કોકાટેએ એનસીપી ક્વોટામાંથી મંત્રી તરીકે શપથ લીધા.
- માણિકરાવને મરાઠા સમુદાયના મોટા નેતા માનવામાં આવે છે. શિવેન્દ્ર રાજે ભોસલેએ મંત્રી તરીકે શપથ લીધા. શિવેન્દ્ર રાજે છત્રપતિ શિવાજી મહારાજના વંશજ છે.
- અતુલ સેવ અને અશોક ઉઇકેએ મંત્રી તરીકે શપથ લીધા. અશોક ઉઇકે રાલેગાંવથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.
- પંકજા મુંડેએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. તમને જણાવી દઈએ કે તે 2014 થી 2019 સુધી મંત્રી રહી ચુકી છે.
- આ સિવાય મુંડે મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભ્ય છે. તે અગાઉની ફડણવીસ સરકારમાં મંત્રી પણ રહી ચૂકી છે.
- જયકુમાર રાવલે મંત્રી પદના શપથ લીધા. જયકુમાર રાવલ શિંદખેડા સીટથી ધારાસભ્ય છે.
- શિંદે કેમ્પના શિવસેનાના ધારાસભ્ય ઉદય સામંત પણ ફડણવીસ કેબિનેટમાં સામેલ થયા. ઉદય સામંત રત્નાગીરી વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈને વિધાનસભા પહોંચ્યા છે.
- ધનંજય મુંડેએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. તેઓ છત્રપતિ સંભાજી નગરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. ધનંજય મુંડે એનસીપીના ધારાસભ્ય છે, તેઓ અજિત પવારના નજીકના માનવામાં આવે છે.
- મલબાર હિલથી ચૂંટાયેલા મંગલ પ્રભાત લોઢાએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. તેમણે સંસ્કૃતમાં પદના શપથ લીધા. મૂળ રાજસ્થાનના વતની એવા લોઢા સૌથી અમીર ધારાસભ્યોમાં સામેલ છે.












Click it and Unblock the Notifications
