ઈનકમ ટેક્સની રેડ પર તાપસી પન્નુએ તોડ્યુ મૌન, જણાવ્યુ 5 કરોડ રૂપિયા અને બંગલાનુ 'સત્ય'
મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી તાપસી પન્નુ પોતાના ઘરે થયેલી આવકવેરા વિભાગની રેડ માટે ચર્ચામાં છે. તાપસી પન્નુ ઉપરાંત ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ, મધુ મંટેના અને વિકાસ બહેલના ઘરે પણ આવકવેરા વિભાગે રેડની કાર્યવાહી કરી છે. મીડિયા રિપોર્ટસ અનુસાર આવકવેરા વિભાગે તાપસી પન્નુ પર કરોડો રૂપિયાની ટેક્સ ચોરીનો આરોપ લગાવ્યો છે. વળી, હવે આ સમગ્ર મામલે અભિનેત્રી તાપસી પન્નુએ પણ પોતાનુ મૌન તોડ્યુ છે. તાપસીએ ટવિટ કરીને મજાકના અંદાજમાં આવકવેરા વિભાગની રેડ મામલે જવાબ આપ્યો છે.
તાપસી પન્નુએ કહ્યુ કે ના તો પેરિસમાં તેના નામે કોઈ બંગલો છે અને ના 5 કરોડ રૂપિયા કેશ પેમેન્ટ લેવાની કોઈ સ્લિપ છે. સાથે જ તાપસીએ એ પણ જણાવ્યુ કે 2013માં તેના ઘરે આવકવેરા વિભાગની કોઈ રેડ નહોતી પડી. તાપસી પન્નુએ પોતાના ટ્વિટમાં લખ્યુ, 'ત્રણ ખાસ વસ્તુઓ માટે ત્રણ દિવસની ઉંડી તપાસ કરવામાં આવી. પહેલી - એ 'કથિત' બંગલાની ચાવી, જે મે પેરિસમાં ખરીદ્યો છે, કારણકે ગરમીની રજાઓ આવવાની છે. બીજુ - 5 કરોડ રૂપિયાની એ કથિત સ્લિપ, જે ભવિષ્યમાં ફ્રેમ કરાવવા માટે રાખી હતી. ત્રીજુ - 2013માં મારા ઘરે થયેલી એ રેડની યાદ, જે આપણા આદરણીય નાણામંત્રીએ જણાવી.'
આ સાથે જ પોતાના ટ્વિટમાં તાપસી પન્નુએ પોસ્ટ સ્ક્રિપ્ટ તરીકે નામ લીધા વિના કંગના રનોતને પણ જવાબ આપ્યો. ઉલ્લેખનીય છે કે ગઈ 3 માર્ચે આવકવેરા વિભાગે તાપસી પન્નુ, અનુરાગ કશ્યપ, વિકાસ બહેલ અને મધુ મંટેનાના ધરે તેમજ ઑફિસે રેડ પાડી હતી. આ રેડ અનુરાગ કશ્યપની પ્રોડક્શન કંપની 'ફેંટમ ફિલ્મ્સ' સાથે જોડાયેલ ટેક્સ ચોરી મામલે કરવામાં આવી હતી.
Weather: ગરમીનો કહેર શરૂ, મુંબઈમાં પારો 38ની ડિગ્રીને પાર