અમેરિકી સેના પરત ફરતા જ અફઘાનિસ્તામાં માથુ ઉચકતુ તાલિબાન

અમેરિકી સેના પરત ફરતા જ ફરીથી એક વખત અફઘાનિસ્તાનમાં તાલિબાનનો આતંક વધી રહ્યો છે. આતંક વધતા હવે રશિયા અને ચીન જેવી મહાસત્તાઓ પર દબાણ વધ્યુ છે.

અમેરિકી સેના પરત ફરતા જ ફરીથી એક વખત અફઘાનિસ્તાનમાં તાલિબાનનો આતંક વધી રહ્યો છે. આતંક વધતા હવે રશિયા અને ચીન જેવી મહાસત્તાઓ પર દબાણ વધ્યુ છે. ઉલ્લેખનિય છે કે અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડને અફઘાનિસ્તાનથી યુએસ સૈન્યને પરત ખેંચતા મોટાભાગના વિસ્તારોમાં તાલિબાનની પકડ વધી રહી છે. તાલિબાન ફરીથી બેઠુ થતા હવે આતંકવાદનું જોર વધશે.

Taliban terror

નિષ્ણાંતોએ અફઘાનિસ્તાનમાં તાલિબાનના ઉદય પર ચિંતા વ્યક્ત કરી છે. શાંઘાઈ ઇન્ટરનેશનલ સ્ટડીઝ યુનિવર્સિટીની મિડલ ઇસ્ટ સ્ટડીઝ ઇન્સ્ટિટ્યૂટના પ્રોફેસર ફેન હોંગ્ડાના કહેવા મુજબ, અફઘાનિસ્તાનની અશાંતિ અન્ય દેશો માટે પણ મુશ્કેલી ઉભી કરશે. તેમણે વધુમાં કહ્યું કે, જો કે ચીન યુએસની જેમ ભૂમિકા ભજવવા તૈયાર નહીં થાય. પરંતુ પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા માટે કંઈક કરવું પડશે.

ભારતના અફઘાન રાજદૂત ફરીદ મમુંદજેના જણાવ્યા મુજબ, અફઘાનિસ્તાનમાં તાલિબાનોનો ઉદય એટલા માટે પણ ચિંતાનો વિષય છે કારણ કે તેની 20 આતંકી સંગઠનો સાથે લીંક છે. આ તમામ આતંકવાદી સંગઠનો રશિયાથી ભારત સુધી કાર્યરત છે. તેમના મતે, આ સંગઠનોની પ્રવૃત્તિઓ જમીન પર દેખાઈ રહી છે અને તે તમામ આ ક્ષેત્ર માટે મોટો ખતરો છે. બીજી તરફ પાકિસ્તાન જેણે 90 ના દાયકામાં તાલિબાનને ઉભુ કરવામાં મદદ કરી હતી, તે હવે તેહરીક-એ-તાલિબાન પાકિસ્તાન ટીટીપીના અસ્તિત્વને લઈને ચિંતામાં છે. પાકિસ્તાનમાં 70 હજાર લોકોના મોત માટે ટીટીપી જવાબદાર છે. તાજેતરમાં, પાકિસ્તાન સૈન્ય કાર્યવાહી અને અમેરિકન ડ્રોન દ્વારા હુમલો કરી ટીટીપીને દબાવવામાં આવ્યુ છે. પરંતુ હવે તાલિબાનના ઉદય પછી ટીટીપી તકનો લાભ ઉઠાવી શકે છે. પાકિસ્તાનમાં ચીની પ્રોજેક્ટનો નાશ કરીને ઇસ્લામાબાદે પ્રભાવિત કરી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X