For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્યૂટિફૂલ હિરોઇન "જયા" કેવી રીતે બની "અમ્મા" જાણો અહીં

જયલલિતાના સમર્થકો તેમના આરોગ્ય માટે પ્રાર્થના કરી રહ્યાં છે ત્યારે, જયલલિતાની હિરોઇન "જયા" માંથી રાજકારણી "અમ્મા" બનવાની સફર કેવી રહી એ અંગે વધુ જાણકારી મેળવો અહીં.

|
Google Oneindia Gujarati News

તમિલનાડુની મુખ્યમંત્રી જયલલિતાની સ્થિતિ હજુ પણ નાજુક છે, રવિવારે સાંજે તેમને હાર્ટ એટેક આવતાં તેમને અપોલો હોસ્પિટલમાં જ Extracorporeal membrane oxygenation પર રાખવામાં આવ્યા છે. તેમના ઇલાજ માટે લંડનના વિશેષજ્ઞ ડૉક્ટર રિચર્ડ બેલની સલાહ લેવામાં આવી રહી છે અને ડૉક્ટર પોતે પણ ટૂંક સમયમાં ચેન્નાઇ પહોંચી રહ્યાં છે.

જયલલિતાને હાલ #ECMO ના સપોર્ટ પર રાખવામાં આવ્યા છે, હ્રદય કે ફેફસાં કામ ન કરતાં હોય ત્યારે #ECMO દ્વારા જ ઓક્સિજન આપવામાં આવે છે. રવિવારે સાંજે જયલલિતાને હાર્ટ-એટેક આવ્યો હોવાની ખબર ફેલાતાં હોસ્પિટલની બહાર તેમના સમર્થકોની ભીડ જામી ગઇ છે, તેઓ સૌ તેમની આ પ્રિય નેતાના આરોગ્ય માટે પ્રાર્થના કરી રહ્યાં છે. ત્યારે જયલલિતાની હિરોઇન "જયા" માંથી રાજકારણી "અમ્મા" બનવાની સફર કેવી રહી એ અંગે વધુ જાણકારી મેળવો અહીં.

જન્મ

જન્મ

કર્ણાટકના મૈસૂરમાં 27 ફેબ્રુઆરી 1948માં જયલલિતા જયરામનો જન્મ થયો હતો. પણ બે વર્ષની ઉંમરે પિતાનું મોત થતા જયાના પરિવારને અત્યંત ગરીબાઇનો સામનો કરવો પડ્યો.

માં બની ગઇ એક્ટ્રેસ

માં બની ગઇ એક્ટ્રેસ "સંધ્યા"

જયાની માતાએ ગરીબીમાં પરિવારનો નિર્વાહ કરવા માટે ફિલ્મોમાં કામ કરવાની શરૂઆત કરી. આ એ સમય હતો જ્યારે ફિલ્મમાં કામ કરતી મહિલાઓને લોકો સન્માનની નજરે નહતા જોતા.

15 વર્ષની જયા બની એક્ટ્રેસ

15 વર્ષની જયા બની એક્ટ્રેસ

જયાની માતા હંમેશા તેને ફિલ્મોથી દૂર રાખવા માંગતી હતી. તેથી જ તેની માતાએ જયાને ચેન્નઇ મોકલી દીધી. ભણવામાં સારી એવી જયાએ સ્કોલરશીપ પર પોતાનું ભણતર કર્યું. નૃત્ય અને સંગીતમાં પણ જયા નિપૂર્ણ હતી.

"અપિસલ" નામની અંગ્રેજી ફિલ્મમાં કામ

13 વર્ષની ઉંમરે એક પ્રોડ્યૂસરની નજર જયા પર પડી. અને તેણે તેની માતાને જયાને ફિલ્મામાં કામ કરવા માટે મનાવી લીધી. જયાની મરજી ન હોવા છતાં તે ફિલ્મ લાઇનમાં આવી. 15 વર્ષે જયાએ ફિલ્મમાં કામ કરવાનું શરૂ કર્યું.

ફિલ્મ

ફિલ્મ "ચિન્નાડા ગોમ્બે"

કન્નડ ભાષામાં તેમની પહેલી ફિલ્મ "ચિન્નાડા ગોમ્બે" 1964માં રજૂ થઇ. જયલલિતા તમિલની તેવી પહેલી અભિનેત્રી હતી જેમણે સ્કર્ટ પહેરીને આ ભૂમિકા ભજવી.

હિંદી ફિલ્મ

હિંદી ફિલ્મ "ઇજ્જત"

જયલલિતાએ હિંદી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. હિંદી ફિલ્મોમાં તેમની બહુ ચર્ચિત ફિલ્મ હતી "ઇજ્જત". જેમાં તેનો હિરો હતો બોલીવૂડના હિમેન ધર્મેન્દ્ર.

એમજી રામચંદ્રન જોડે અફેર

એમજી રામચંદ્રન જોડે અફેર

કહેવાય છે કે 16 વર્ષની જયા અને 42 વર્ષના વિવાહીત એક્ટર એમ.જી રામચંદ્રન વચ્ચે અફેર હતો. જો કે જયલલિતાએ હંમેશા એમ.જીને પોતાના મેન્ટર કહ્યા છે. જો કે તેમની મૃત્યુ વખતે તેમની પત્નીએ જયાને રામચંદ્રનના મૃતદેહ જોવા નહતો દીધો અને જે તમાશો કર્યો હતો અને ત્યારબાદ જયાએ જે રીતે વિધવા સ્વરૂપ ધારણ કર્યું હતું તે કંઇક બીજી જ વાતની ચાડી ખાય છે.

એમ.જી. રામચંદ્રન સાથે ફિલ્મો પણ રાજનિતિ પણ

એમ.જી. રામચંદ્રન સાથે ફિલ્મો પણ રાજનિતિ પણ

જયલલિતાએ જ્યાં પોતાના ફિલ્મ કેરિયરની સૌથી વધુ ફિલ્મો એમ.જી. રામચંદ્રન સાથે કરી છે ત્યાં જ બીજી તરફ તેમણે તેની રાજનિતિની શરૂઆત પણ રામચંદ્રન સાથે જ કરી હતી.

રાજ્યસભા

રાજ્યસભા

જયલલિતાએ 1984થી 1989 સુધી તમિલનાડુની રાજ્યસભા માટે રાજ્યનું પ્રતિનિધ્વ કર્યું હતું.

રામચંદ્રનનું નિધન જયાના જીવનનો હાઇપોઇન્ટ

રામચંદ્રનનું નિધન જયાના જીવનનો હાઇપોઇન્ટ

વર્ષ 1987માં રામચંદ્રનનું નિધન થતા જ જયાએ પોતાને રામચંદ્રનની રાજકીય વિરાસતની ઉત્તરાધિકારી જાહેર કરી દીધી. જો કે આ વાતનો ભારે વિરોધ થયો પણ છેવટે પાર્ટીએ સમયની માંગ સમજીને આ વાત સ્વીકારી લીધી.

સૌથી નાની ઉંમરના મુખ્યમંત્રી

સૌથી નાની ઉંમરના મુખ્યમંત્રી

24 જૂન 1991માં જયા પહેલી વાર મુખ્યમંત્રી બની. નોંધનીય છે કે સૌથી નાની ઉંમરે મુખ્યમંત્રી બનનાર જયલલિતા આવનાર સમયમાં લોકોમાં "અમ્મા" નામે પ્રસિદ્ધ થઇ.

ત્રીજી વાર મુખ્યમંત્રી

ત્રીજી વાર મુખ્યમંત્રી

એપ્રિલ 2011 ત્રીજી વાર જયલલિતાએ બહુમત સાથે ચૂંટણી જીતીને વિરોધી પાર્ટી એમ કરુણાનિધિના મોઢા પર જીતનો તમાચો ચોડી દીધો.

કલઇમમાની એવોર્ડ

કલઇમમાની એવોર્ડ

વર્ષ 1972માં તમિલનાડુ સરકારે તેમને કલઇમમાની એવોર્ડથી સન્માનિત કર્યા. વધુમાં 1991માં મદ્રાસ યુનિવર્સિટીએ જયલલિતાને ડોક્ટરેટની ઉપાધિ આપી.

કૂકિંગ, લેખન, સ્વીંમિંગ અને ઘોડેસવારીનો શોખ

કૂકિંગ, લેખન, સ્વીંમિંગ અને ઘોડેસવારીનો શોખ

રાજનીતિ અને ફિલ્મો સિવાય જયલલિતાને કૂંકિંગ, લેખન, સ્વીમીંગ અને ઘોડેસવારીનો શોખ છે. જયલલિતા દ્વારા અંગ્રેજી અને તમિલ ભાષામાં લખેલા અનેક લેખ અને ઉપન્યાસ અત્યાર સુધીમાં તમિલનાડુમાં પ્રકાશિત થઇ ચૂક્યા છે.

આવકથી વધુ સંપત્તિ

આવકથી વધુ સંપત્તિ

આજે, કર્ણાટકની હાઇકોર્ટે તેને આવકથી વધુ સંપત્તિ રાખવાના કેસમાં નિર્દોષ જાહેર કરીને તેની સજા માફ કરી છે. જોકે 27 સપ્ટેમ્બર, 2014ના રોજ કર્ણાટકની જ એક વિશેષ કોર્ટે AIADMKની મહાસચિવ જે.જયલલિતા પર આવકથી વધુ સંપત્તિ રાખવા મામલે ચાર વર્ષની સજા અને 10 વર્ષ માટે રાજકારણથી સંન્યાસ અને 100 કરોડ રૂપિયા દંડની સજા સંભળાવી હતી.

English summary
Banglore trial court Saturday convicted Tamil Nadu Chief Minister J. Jayalalithaa in a disproportionate assets case filed against her by the former DMK government in 1996.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X