Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

લખનઉથી રામેશ્વરમ જઈ રહેલી ટ્રેનમાં લાગી આગ, 10ના મોત, ગેરકાયદે LPG સિલિન્ડરના લીધે બની દૂર્ઘટના

Madurai Train Fire: લખનઉથી રામેશ્વરમ જઈ રહેલી ટ્રેનના ટૂરિસ્ટ કોચમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટના તમિલનાડુના મદુરાઈ રેલવે સ્ટેશન પાસે બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં 10 મુસાફરોના મોત થયા છે. જ્યારે, 20 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને વિસ્તારની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આગની ઘટના અંગે દક્ષિણ રેલવે દ્વારા હેલ્પલાઇન નંબર 9360552608 અને 8015681915 જાહેર કરવામાં આવ્યા છે. એટલું જ નહીં આગની ઘટનામાં મૃતકોના પરિવાર માટે 10 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે.

madurai train fire

અધિકારીઓના જણાવ્યા અનુસાર, શનિવારે સવારે 5.15 વાગ્યે ટ્રેનના ટૂરિસ્ટ કોચમાં આગ લાગવાનો કોલ આવ્યો હતો જ્યારે ટ્રેનને મદુરાઈ યાર્ડ જંક્શન પર રોકી દેવામાં આવી હતી. ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર, કેટલાક મુસાફરો ગેસ સિલિન્ડર સાથે ગેરકાયદેસર રીતે ટ્રેનના કોચમાં પ્રવેશ્યા હતા. હાલ ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો છે.

માહિતી આપતાં દક્ષિણ રેલવેના અધિકારીઓએ જણાવ્યું કે આગને કારણે અન્ય કોચને કોઈ નુકસાન થયું નથી. આ સાથે જ ટ્રેનના ટૂરિસ્ટ કોચમાં લાગેલી આગનો વીડિયો પણ સામે આવ્યો છે. સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કોચ ભીષણ આગમાં લપેટાઈ ગયો છે. કેટલાક લોકો આજુબાજુ બૂમો પણ પાડી રહ્યા છે.

આ દરમિયાન નજીકના રેલવે ટ્રેક પરથી એક ટ્રેન પણ પસાર થઈ રહી છે. ટ્રેનમાં આગ લાગવાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ દરમિયાન ટ્રેનનો કોચ ગંભીર રીતે બળી ગયો હતો. સમાચાર અનુસાર, ટ્રેનના ટૂરિસ્ટ કોચમાં લખનઉના 65 શ્રદ્ધાળુઓની પૂછપરછ કરવામાં આવી હતી.

ટ્રેન નંબર 16730 (મદુરાઈ-પુનાલુર એક્સપ્રેસ) આજે સવારે 03.47 વાગ્યે મદુરાઈ પહોંચી હતી. માહિતી આપતાં મદુરાઈ જિલ્લા કલેક્ટર એમએસ સંગીતાએ જણાવ્યું કે આજે સવારે લગભગ 5:30 વાગ્યે મદુરાઈ રેલવે સ્ટેશન પર પાર્ક કરાયેલા પ્રવાસી કોચમાં આગ લાગી હતી. જે કોચમાં આગ લાગી તેમાં યાત્રાળુઓ હતા અને તેઓ ઉત્તર પ્રદેશ જઈ રહ્યા હતા.

જ્યારે તેમણે કૉફી બનાવવા માટે એલપીજી સિલિન્ડરનો ઉપયોગ કર્યો ત્યારે તેમાં આગ લાગી. જેના કારણે કોચમાં પણ આગ લાગી હતી. આગની જાણ થતાં મોટાભાગના મુસાફરો કોચમાંથી બહાર નીકળી ગયા હતા. જો કે, આ ઘટનામાં 10 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. અન્ય 20 ઘાયલોને મદુરાઈની સરકારી રાજાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ દરમિયાન, દક્ષિણ રેલવેએ મદુરાઈ રેલવે સ્ટેશન પર ટ્રેનમાં લાગેલી આગની ઘટનામાં મૃતકોના પરિવારને 10 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. રેલ્વે અધિકારીઓએ જણાવ્યું કે યાત્રાળુઓ ગેરકાયદેસર રીતે ટ્રેનમાં ગેસ સિલિન્ડર લઈ જતા હતા, જેના કારણે આગ લાગી હતી. રેલ્વે નિયમો અનુસાર, રેલ્વે કોચની અંદર કોઈપણ જ્વલનશીલ સામગ્રી લઈ જવા પર સખત પ્રતિબંધ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X