For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લૉકડાઉન તોડનારાઓને આ રીતે સબક શીખવી રહી છે પોલિસ, Video વાયરલ

તમિલનાડુની પોલિસે લૉકડાઉન તોડનારાઓ માટે એકદમ જ નવો અંદાજ શોધી લીધો છે.

|
Google Oneindia Gujarati News

કોરોના સંક્રમણને રોકવા માટે આખા દેશમાં 3 મે સુધી લૉકડાઉનનુ એલાન કરવામાં આવ્યુ છે. સરકાર, પ્રશાસન અને પોલિસ લોકોને અપીલ કરી રહી છે કે કારણ વિના ઘરમાંથી બહાર ન નીકળો અને ઘરમાં જ રહો. પરંતુ તેમછતાં આ લોકો પોતાની આદત છોડતા નથી. તમામ રાજ્યોની પોલિસ આ લોકોને સમજાવવા માટે અલગ અલગ અપીલ કરી રહી છે. ક્યાંક પોલિસ ગીત ગાઈને તો ક્યાંક આરતી ઉતારીને તો ક્યાંક સજા આપીને તેમને સમજાવી રહી છે. પરંતુ તમિલનાડુની પોલિસ બિલકુલ જ નવો અંદાજ શોધી લીધો છે.

એમ્બ્યુલન્સની પ્રેન્ક

એમ્બ્યુલન્સની પ્રેન્ક

તમિલનાડુ પોલિસે આવા લોકોને સમજાવવા માટે અલગ રીત શોધી છે જે જાણી જોઈને કોઈ કારણ વિના ઘરમાંથી બહાર નીકળી રહ્યા છે. વાસ્તવમાં અહીં પોલિસે રસ્તા પર એક એમ્બ્યુલન્સ ઉભી કરી દીધી છે. આની અંર એક વ્યક્તિને કોરોના સંક્રમિત દર્દી બનાવીને સૂવડાવી દીધો છે. જે લોકો કારણ વિના રસ્તાઓ પર ફરે છે તેમને રોકવામાં આવે છે અને પછી તેમને બહાર આવવાનુ કારણ પૂછવામાં આવે છે. જો કારણ વાજબી ન હોય તો તેમને પોલિસ જબરદસ્તીથી એમ્બ્યુલન્સમાં બંધ કરી દે છે. લોકોની અંદર ડર એટલો બધો વધી જાય છે કે તે કોઈ પણ સ્થિતિમાં એમ્બ્યુલન્સમાં જવા માટે તૈયાર નથી થતા.

વાયરલ થઈ રહ્યો છે વીડિયો

તમિલનાડુ પોલિસની આ નવી રીતની દરેક જણ પ્રશંસા કરી રહ્યા છે. પોલિસનો આ રીતનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. લોકો પોલિસની પ્રશંસા કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ રીત સૌથી સારી છે લોકોને સમજાવવા માટેની. આ વીડિયોને હજારો લોકોએ શેર કર્યો છે અને મોટી સંખ્યામાં લોકો તેને લાઈક આપી રહ્યા છે.

27 લાખથી વધુ લોકો સંક્રમિત

27 લાખથી વધુ લોકો સંક્રમિત

તમને જણાવી દઈએ કે દુનિયાભરમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 2723044 પહોંચી ગઈ છે. જ્યારે આ વાયરસથી મરનારની સંખ્યા 1.91 લાખન પાર કરી ગઈ છે. ભારતની વાત કરીએ તો છેલ્લા 24 કલાકની અંદર કોરોના વાયરસના 1684 નવા કેસ સામે આવ્યા છે અને 37 લોકોના મોત થયા છે. મંત્રાલયના જણાવ્યા મુજબ હવે ભારતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા વધીને 23,077 થઈ ગઈ છે. આમાં 17610 સક્રિય કેસ છે, 4749 લોકો રિકવર/ડિસ્ચાર્જ/વિસ્થાપિત છે અને કુલ 718 મોત થયા છે.

આ પણ વાંચોઃ અક્ષય કુમારે કોરોના વૉરિયર્સને આપ્યુ ટ્રિબ્યુટ, રૂંવાડા ઉભા કરી દેશે આ Videoઆ પણ વાંચોઃ અક્ષય કુમારે કોરોના વૉરિયર્સને આપ્યુ ટ્રિબ્યુટ, રૂંવાડા ઉભા કરી દેશે આ Video

English summary
Tamil Nadu police unique way to punish people breaking lockdown norm.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X