તુતીકોરીન: સ્ટરલાઇટ કોપર યુનિટ તરત બંધ કરવાનો આદેશ
તામિલનાડુ તુતીકોરીન માં એક સ્ટરલાઇટ કોપર કારખાનું બંધ કરવાની માંગને લઈને હિંસક પ્રદર્શન પછી મંગળવારે પોલીસ ફાયરિંગમાં 11 લોકોના જીવ ચાલ્યા ગયા.
તામિલનાડુ તુતીકોરીન માં એક સ્ટરલાઇટ કોપર કારખાનું બંધ કરવાની માંગને લઈને હિંસક પ્રદર્શન પછી મંગળવારે પોલીસ ફાયરિંગમાં 11 લોકોના જીવ ચાલ્યા ગયા. જયારે બીજા દિવસે બુધવારે ફરી હિંસા ભડકી અને તેમાં 2 લોકોના મૌત થયા અને 3 લોકો ઘાયલ થયા. તુતીકોરીન પોલીસ ફાયરિંગમાં અત્યારસુધી 13 લોકો જીવ ગુમાવી ચુક્યા છે. જયારે ઘણા લોકો ઘાયલ થયા છે. આ હિંસા પછી આખા વિસ્તારમાં તણાવ છે અને ધારા 144 લગાવી દેવામાં આવી છે.

તામિલનાડુ પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ઘ્વારા સ્ટરલાઇટ કોપર યુનિટની વીજળી કાપવા માટે જિલ્લાધિકારીને આદેશ આપવામાં આવ્યો છે. બોર્ડ ઘ્વારા જાણવા મળ્યું કે લાઇસન્સ રીન્યુ થયા વિના જ તેમાં ઉત્પાદન ચાલી રહ્યું હતું.
નિયમોનું પાલન નહીં કરવાને કારણે આ કોપર પ્લાન્ટની વીજળી કાપી નાખવા માટે આદેશ આપવામાં આવ્યા છે. આ પહેલા બુધવારે મદ્રાસ હાઇકોર્ટ ઘ્વારા સ્ટરલાઇટ કોપર યુનિટ વિસ્તાર પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે ગુરુવારે સવારથી વીજળી રોકી દેવામાં આવી છે. સૂત્રો અનુસાર ગુરુવારે સવારે 5.30 વાગ્યાથી વીજળી રોકી નાખવામાં આવી છે.
તમિલનાડુના તૂતીકોરિનમાં હજારો લોકો એક સ્ટરલાઈટ કૉપર કારખાનાને બંધ કરવાની માંગ માટે પ્રદર્શન કરી રહ્યા છે. આ કારખાનાથી આસપાસના ગામોના લોકોને કેન્સરની બીમારી થઈ રહી છે. મંગળવારે પ્રદર્શનના 100 માં દિવસે જ્યારે લોકોએ કલેક્ટર કાર્યાલયની ઘેરાબંધી કરીને કૉપર યુનિટને બંધ કરવાની માંગ કરી ત્યારે સ્થિતિ વણસી ગઈ. આ દરમિયાન પોલિસ સાથેની ઝડપમાં 11 લોકોના મોત નીપજ્યા હતા.
તામિલનાડુના મુખ્યમંત્રી પલાનીસ્વામી ઘ્વારા મૃતક પરિવારને 10-10 લાખ રૂપિયાની આર્થિક સહાય અને પરિવારના એક વ્યક્તિને નોકરી આપવામાં માટે એલાન કર્યું છે. જયારે ઘાયલ થયેલા લોકોને ત્રણ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.












Click it and Unblock the Notifications
