For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમિલનાડુ પહોંચ્યું વાવાઝોડું ગાજા, જુઓ તબાહીની તસવીરો

તમિલનાડુ પહોંચ્યું વાવાઝોડું ગાજા, જુઓ તબાહીની તસવીરો

|
Google Oneindia Gujarati News

ચેન્નઈઃ બંગાળની ખાડીથી ઉઠેલ ચક્રવાતી તોફાન 'ગાજા' તમિલનાડુના તટીય વિસ્તારોમાં પ્રવેશ કરી ચૂક્યું છે, જેના કારણે તમિલનાડુ અને પોંડિચેરીમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું. તોફાન ગાજાના કારણે કેટલાય વિસ્તારોમાં ભૂસ્ખલન થતાં ભારે આર્થિક નુકસાન થયું છે. જણાવી દઈએ કે ગુરુવારે સાંજથી જ તમિલનાડુના તટીય વિસ્તારોમાં વરસાદ અને તેજ હવાઓ જોર પકડી રહી હતી, જેને કારણે નાગાપટ્ટનમમાં કેટલાય સ્થળોએ મોટાં-મોટાં વૃક્ષો જમીનદોસ્ત થઈ ગયાં હતાં અને સાથે જ અનેક ઘરને પણ નુકસાન પહોંચ્યું છે.

સરકારે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો

સરકારે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો

તોફાનને કારણે કડલોર અને નાગપટ્ટનમમાં આજે સ્કૂલ, કૉલેજ બંધ છે, તમિલનાડુ સરકારે લોકોની મદદ માટે બે હેલ્પલાઈન નંબર 1070 (રાજ્ય સ્તરીય) અને 1077 (જિલ્લા સ્તરીય) જાહેર કર્યા છે, આમ તો તિરુવરુર, નાગાપટ્ટિનમ અને કુડ્ડાલોર જિલ્લામાં પણ સુરક્ષાના કડક વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

6000થી વધુ રિલીફ કેમ્પ ખોલવામાં આવ્યા

6000થી વધુ રિલીફ કેમ્પ ખોલવામાં આવ્યા

ભૂસ્ખલનની આશંકાને જોતાં તટીય વિસ્તારોના 12000 જેટલા લોકોને પહેલેથી જ સુરક્ષિત જગ્યા પર મોકલવામાં આવ્યા હતા, રાજ્ય સરકારે તટીય વિસ્તારોમાંથી અંદાજીત પાંચ જિલ્લામાં હાઈ અલર્ટ જાહેર કર્યું છે. ચક્રવાતી તોફાનથી નિપટવા માટે એનડીઆરએફની ટીમો અને 8 રેસ્ક્યૂ ટીમોને પહેલેથી જ તહેનાત કરી દેવામાં આવી છે. રાજ્ય સરકારે 6000થી વધુ રિલીફ કેમ્પ ખોલ્યા છે.

ચાર ટ્રેન રદ કરવામાં આવી

તોફાનને પગલે દક્ષિણ રેલવેની ચાર ટ્રેનોને રદ કરી દેવામાં આવી, જ્યારે ચારના માર્ગમાં પરિવર્તન કરવામાં આવ્યુ્ં છે. ગાજા તોફાનને કારણે નાગાપટ્ટિનમ સહિત આજુબાજુના કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. ભારતીય હવામાન ખાતા મુજબ આનાથી ભૂસ્ખલનની સંભાવના છે.

5-6 કલાક સુધી ભારે વરસાદની આશંકા

એક અંદાજા મુજબ ચક્રવાતી તોફાનને કારણે કેરળ અને આંધ્ર પ્રદેશમાં પણ તેજ વરસાદ થઈ શકે છે, ભારતીય હવામાન ખાતા મુજબ તટીય વિસ્તારોમાં 5-6 કલાક સુધી ભારે વરસાદ થઈ શકે છે.

‘મોદી ફરીથી બને પ્રધાનમંત્રી, ઈકોનોમીને મળશે ગતિ': નારાયણ મૂર્તિ‘મોદી ફરીથી બને પ્રધાનમંત્રી, ઈકોનોમીને મળશે ગતિ': નારાયણ મૂર્તિ

English summary
Tamil Nadu: Trees uprooted and houses damaged in Nagapattinam in the overnight rainfall and strong winds which hit the town. #GajaCyclone.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X