For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુટ્યુબ ચેનલ માટે યુવકોએ છોકરીને પૂછ્યા સેક્સ પર સવાલ, પોલિસે ધકેલ્યા જેલમાં

તમિલનાડુની રાજધાની ચેન્નઈથી એક કેસ સામે આવ્યો છે જ્યાં યુટ્યુબ ચેનલ ચલાવનારા યુવકોની ધરપકડ કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

તમિલનાડુઃ હાલમાં યુટ્યુબ કમાણીનો સારો સ્ત્રોત બનીને સામે આવ્યુ છે. ઘણા લોકો પોતાના નવા-નવા પ્રોગ્રામના આઈડિયાથી ઘણી લોકપ્રિયતા મેળવી લે છે. તો ઘણા એવા પણ છે મર્યાદિક વસ્તુએ દ્વારા ફેમસ હોવાની કોશિશ કરે છે. હવે તમિલનાડુની રાજધાની ચેન્નઈથી એક આવો જ કેસ સામે આવ્યો છે જ્યાં યુટ્યુબ ચેનલ ચલાવનારા યુવકોની ધરપકડ કરવામાં આવી છે. ત્રણે પર એક મહિલાએ ઘણા આરોપ લગાવ્યા છે.

youtube

વાસ્તવમાં હાલમાં જ ચેન્નઈના ત્રણ યુવકોએ એક વીડિયો બનાવ્યો જેમાં તે છોકરીઓ સાથે સેક્સ, કામુકતા અને સંબંધો પર વાત કરે છે. આ વીડિયોમાં એક છોકરીએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા પરંતુ બાદમાં તે ખુદ ફરિયાદ લઈને પોલિસ પાસે પહોંચી ગઈ. છોકરીના જણાવ્યા મુજબ આ આખો યુટ્યુબ પ્રોગ્રામ સ્ક્રિપ્ટેડ હતો. ચેનલ ચલાવનાર લોકોએ તેને આશ્વાસન આપ્યુ હતુ કે તે વીડિયો અપલોડ કર્યા બાદ તેમાંથી કમેન્ટનુ ઑપ્શન બંધ કરી દેશે પરંતુ આવુ ન બન્યુ. આ ઉપરાંત ઘણી અન્ય યુટ્યુબ ચેનલો પર જ્યારે વીડિયો જોયો ત્યારે તે ચોંકી ગઈ.

છોકરીએ જણાવ્યુ કે તેને સોશિયલ મીડિયા પર ગંદી-ગંદી વાતો કહેવામાં આવી રહી છે. સાથે જ યુટ્યુબ પર પણ મોટી સંખ્યામાં અશ્લીલ કમેન્ટ ગાળો સાથે કરવામાં આવી છે માટે તેને પોલિસ પાસે જવુ પડ્યુ. કેસની ગંભીરતાને જોતા પોલિસ પણ એક્શનમાં આવી અને ત્રણે આરોપીઓની ધરપકડ કરી લીધી. જેની ઓળખ દિનેશ, વીજે અસન અહેમદ અને અજય બાબુ તરીકે થઈ છે. આના પર સાર્વજનિક રૂતે અશ્લીલતા ફેલાવવા અને યૌન ઉત્પીડન મામલે કેસ નોંધાયો છે. ચેન્નઈ પોલિસના જણાવ્યા મુજબ તેમને સમાચાર મળ્યા હતા કે યુટ્યુબ ચેનલની ટીમ બસંત નગર બીચ પર લોકોને અસહજ સવાલ પૂછી રહી છે જેના પર ત્યાં જઈને તેની ધરપકડ કરવામાં આવી. સાથે જ તેના ઉપકરણ પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે.

જ્હાનવી કપૂરની ફિલ્મના સેટ પર પહોંચ્યા, બોલ્યા- શૂટિંગ પહેલા આંદોલન પર નિવેદન આપોજ્હાનવી કપૂરની ફિલ્મના સેટ પર પહોંચ્યા, બોલ્યા- શૂટિંગ પહેલા આંદોલન પર નિવેદન આપો

English summary
Tamil Nadu: Youtube channel owner asked uncomfortable questions to girl in Chennai
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X