For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વાયરસથી સંક્રમિત તમિલનાડુના કૃષિ મંત્રીનું નિધન

કોરોના વાયરસથી સંક્રમિત તમિલનાડુના કૃષિ મંત્રીનું નિધન

|
Google Oneindia Gujarati News

ચેન્નઈઃ કોરોના વાયરસથી સંક્રમિત તમિલનાડુના કૃષિ મંત્રી આર દોરાઈક્કન્નૂનું શનિવારે મોડી રાતે નિધન થયું છે. તેઓ ચેન્નઈની કાવેરી હોસ્પિટલમાં દાખલ હતા. આર દોરાઈકન્નૂને 13 ઓક્ટોબરે શ્વાસ લેવામાં તકલીફ થતાં હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા હતા. શનિવારે કાવેરી હોસ્પિટલના કાર્યકારી ડાયરેક્ટર ડૉ અરવિંદ સેલ્વરાજે સ્વાસ્થ્ય બુલેટિનમાં જણાવ્યું હતું કે સોમવારે મંત્રીનો ગંભીર નિમોનિયાનો ઈલાજ શરૂ કરાયો હતો. અન્ય કેટલીય બીમારીઓ હોવાથી મહત્વના અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું.

doraikannu

હોસ્પિટલે જણાવ્યું હતું કે સીટી સ્કેન મુજબ તેમના ફેફસાનો 90 ટકા ભાગ સંક્રમિત છે અને તેમને ઈસીએમઓ અને વેંટિલેટર પર રાખવામાં આવ્યા હતા. કાવેરી હોસ્પિટલે જણાવ્યું કે દોરાઈક્કન્નૂને કેટલાક દિવસ પહેલાં શ્વાસ લેવામાં તકલીફ થવાની ગંભીર ફરિયાદ બાદ હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા હતા અને તપાસ દરમ્યાન તેઓ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું.

લાલૂના ગઢથી પીએમ મોદી આજે રેલીઓની શરૂઆત કરશેલાલૂના ગઢથી પીએમ મોદી આજે રેલીઓની શરૂઆત કરશે

મંત્રી 13 ઓક્ટોબરે મુખ્યમંત્રી પલાનીસ્વામીના માતા દવુસ્યામ્મલના અંતિમ સંસ્કારમાં ભાગ લેવા જઈ રહ્યા હતા ત્યારે જ તેમને તકલીફ શરૂ થવા લાગી હતી. કારથી યાત્રા કરી રહેલા દોરાઈક્કન્નૂને તાત્કાલિક વિલ્લુપુરમના રાજકીય ચિકિત્સા મહાવિદ્યાલય હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા. જે બાદ તેમને ચેન્નઈની કાવેરી હોસ્પિટલે રેફર કરી દેવામાં આવ્યા હતા.

English summary
tamilnadu agriculture minister r doraikkannu died due to coronavirus
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X