For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી કરુણાનિધિનું નિધન, સાંજે 6.10 વાગે અંતિમ શ્વાસ

તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને ડીએમકે પ્રમુખ એમ. કરુણાનિધિનું મંગળવારે સાંજે નિધન થઈ ગયુ છે. છેલ્લા કેટલાક સપ્તાહથી કરુણાનિધિ બિમાર હતા.

|
Google Oneindia Gujarati News

તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને ડીએમકે પ્રમુખ એમ. કરુણાનિધિનું મંગળવારે સાંજે નિધન થઈ ગયુ છે. છેલ્લા કેટલાક સપ્તાહથી કરુણાનિધિ બિમાર હતા. મંગળવારે જારી થયેલ મેડીકલ બુલેટિનમાં આની જાણકારી આપવામાં આવી હતી કે એમ કરુણાનિધિની હાલક ગંભીર થઈ ગઈ છે ત્યારબાદ સાંજે તેમના નિધનની ઘોષા કરી દેવામાં આવી. તમિલનાડુમાં 5 વખત સીએમ રહી ચૂકેલા ડીએમકે અધ્યક્ષ એમ કરુણાનિધિનું મંગળવારે સાંજે કાવેરી હોસ્પિટલમાં નિધન થઈ ગયુ. કરુણાનિધિ છેલ્લા દસ દિવસોથી હોસ્પિટલમાં ભરતી હતા. આ સમાચાર સાંભળ્યા બાદ મોટી સંખ્યામાં પક્ષના સમર્થકો હોસ્પિટલની બહાર એકત્ર થઈ ગયા જેમાંથી ઘણા રોતા પણ જોવા મળ્યા.

karunanidhi

આ પહેલા ડીએમકેના ઘણા નેતાઓએ હોસ્પિટલ પહોંચીને કરુણાનિધિના ખબરઅંતર પૂછ્યા. બપોરે હોસ્પિટલ દ્વારા જારી કરેલ નિવેદનમાં કહેવામાં આવ્યુ કે 94 વર્ષીય કરુણાનિધિને મેડીકલ સપોર્ટ પર રાખવામાં આવ્યા છે અને તેમના સ્વાસ્થ્યનુ ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે અને સાંજે 6.10 વાગે તેમણે અંતિમ શ્વાસ લીધા. કરુણાનિધિના મૃતદેહને ગોપાલપુરમ લઈ જવામાં આવશે. બુધવારે સવારે રાજાજી હોલમાં અંતિમ દર્શન માટે તેમને રાખવામાં આવશે. કરુણાનિધિ 94 વર્ષના હતા. પીએમ મોદીએ ટ્વિટ કરીને ડીએમકે ચૂફ કરુણાનિધિના નિધન પર શોક વ્યક્ત કર્યો. રાષ્ટ્રપતિએ ટ્વિટ કરીને કુરણાનિધિના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

તમિલનાડુમાં કાલે બુધવારે રજા જાહેર કરી દેવામાં આવી છે. કરુણાનિધિના દેહાંત બાદ ડીએમકેએ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. વળી, કાવેરી હોસ્પિટલ બહાર સમર્થકોની સંખ્યા સતત વધી રહી છે. તમને જણાવી દઈએ કે 1957 માં થયેલી પેટાચૂંટણીમં તેઓ પહેલી વાર ધારાસભ્ય બન્યા હતા. આ દરમિયાન તેમના સિવાય પક્ષમાંથી બીજા 12 ધારાસભ્ય બન્યા હતા. કરુણાનિધિએ રાજકારણમાં ખૂબ મહેનત કરી અને 1967 ના ચૂંટણીમાં પક્ષે બહુમત મેળવ્યો અને અન્નાદુરાઈ તમિલનાડુના પહેલા બિનકોંગ્રેસી મુખ્યમંત્રી બન્યા.

English summary
Tamilnadu's former CM M Karunanidhi is no more
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X