BSFએ તરનતારનમાં પાકિસ્તાની ઘુસણખોરને ઠાર માર્યો

બીએસએફના અધિકારીઓએ જણાવ્યું કે ગઇકાલે રાત્રે પાકિસ્તાની ઘુસણખોર સાથેની અથડામણમાં તેને ઠાર મરાયો હતો. તેની તપાસ કરતા તેની પાસેથી 10 કિલો જેટલું હેરોઇન, પાકિસ્તાની સિમકાર્ડ ધરાવતો એક મોબાઇલ ફોન અને એક જર્મન મેડ .30 એમએમ કેલિબરની ભરેલી બંદૂક મળી આવી હતી.
બીએસએફના અધિકારીઓના જણાવ્યા અનુસાર પાકિસ્તાની ઘુસણખોરોનો એક જથ્થો ખેમ કરન સેક્ટરના માર્ગે ભારતીય બોર્ડરમાં પ્રવેશ કરી લીધો હતો. જ્યારે બીએસએફના જવાનોએ તેને અટકાવવા હાકલ કરી તો તેણે જવાબમાં ફાયરિંગ શરૂ કરી દીધી. બીએસએફ દ્વારા કરવામાં આવેલી જવાબી ફાયરિંગમાં એક ઘુસણખોર તો ઠાર મરાયો પરંતુ અન્ય ત્રણ ત્યાંથી ભાગી જવામાં સફળ રહ્યા.












Click it and Unblock the Notifications
