For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તરાખંડઃ રાહતકાર્યનો શ્રેય લેવા બાખડ્યા કોંગી-TDP સાંસદ

|
Google Oneindia Gujarati News

congress-tdp
દહેરાદૂન, 26 જૂનઃ એક તરફ ઉત્તરાખંડમાં આવેવા વિનાશમાં ફસાયેલા લોકોને બચાવવા માટે આપણી સેનાના જવાનો જીવ જોખમમાં મુકીને કામ કરી રહ્યાં છે, તો બીજી તરફ દેશને શરમજનક પરિસ્થિતિમાં મુકે તેવી ઘટનાઓ આપણા દેશના રાજનેતાઓ કરી રહ્યાં છે. જેનું તાજું ઉદાહરણ આજે દહેરાદૂન એરપોર્ટ પર જોવા મળ્યું છે.

દહેરાદૂન એરપોર્ટ પણ આજે બે સાંસદો વચ્ચે માત્ર એ બાબતને લઇને બોલાચાલી અને મારપીટ થઇ હતી કે ઉત્તરાખંડમાં જે રાહતકાર્ય કરવામાં આવ્યું છે તેનો શ્રેય તેમને મળે. એક તરફ કોંગ્રેસના સાંસદ હતા અને બીજી તરફ ટીડીપીના સાંસદ. બન્ને નેતાઓ જાહેરમાં એ હદે લડી રહ્યાં હતા કે જાણે તેઓ કોઇ બેજવાબદાર વ્યક્તિ હોય. ઉત્તરાખંડમાં જે તારાજી સર્જાય છે અને જેમાંથી દેશને બહાર લાવવા માટે સેનાના જવાનો દ્વારા ઉત્કૃષ્ઠ કાર્ય કરવામાં આવ્યું છે, જ્યારે બીજી તરફ રાજનેતાઓ રાજકારણ નહીં કરવાની વાત કરીને રાજકારણ કરી રહ્યાં છે તેનું આ એક સચોટ ઉદાહરણ સાબિત થયું છે.

મામલો એ હદે કથળી ગયો હતો કે ત્યાં હાજર પોલીસના જવાનો અને અન્ય અધિકારીઓએ વચ્ચે પડવું પડ્યું હતું અને આ બન્ને શરમ નેવે મુકીને લડી રહેલા નેતાઓને અલગ પાડવામાં લાગી ગયા હતા.

નોંધનીય છે કે, ઉત્તરાખંડમાં આવેલા ભારે વરસાદ અને પૂરના કારણે હજારો લોકોએ તથા સેનાના જવાનોએ પોતાના પ્રાણ ગુમાવવા પડ્યા હતા. દેશભરમાંથી રાહત સામગ્રી મોકલવામાં આવી રહી છે અને બીજી તરફ દેશના સૌર્યવાન જવાનો દ્વારા ફસાયેલા લોકોને બહાર કાઢવાનું કામ જુસ્સાભેર કરવામાં આવી રહ્યું છે, એવા સમાચાર પણ છે કે ખરાબ વાતાવરણના કારણે હજુ અનેક લોકોને બહાર કાઢવાના બાકી છે.

English summary
TDP-Congress leaders are down to blows to claim credit over relief
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X