For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેક્સ સ્કેન્ડલમાં ફસાયા તહેલકાના તંત્રી તરૂણ તેજપાલ

|
Google Oneindia Gujarati News

દિલ્હી, 21 નવેમ્બર: ઇન્વેસ્ટીગેટીવ મેગેજિન તહેલકાના તંત્રી તરૂણ તેજપાલે મહિલા પત્રકાર દ્વારા લગાવવામાં આવેલા શારિરીક શોષણના આરોપ બાદ પોતાના હોદ્દા પરથી રાજીનામુ આપી દીધું છે. તેજપાલે પોતાને પત્રિકાથી 6 મહિના માટે અલગ કરી દીધા છે.

તેજપાલે તહેલકાની મેનેજિંગ તંત્રી શોમા ચૌધરીને પત્ર લખીને જાતે જ પદ પરથી હટી જવાની રજૂઆત કરી. તેમની ગેરહાજરીમાં શોમા જ મેગેજિનનું કાર્યભાર સંભાળશે. સૂત્રો અનુસાર મહિલા પત્રકારે શોમાને લાંબો મેઇલ મોકલ્યો છે, જેમાં આખી ઘટનાની જાણકારી વિસ્તારથી આપવામાં આવી છે.

શોમા ચૌધરીને લખેલા પત્રમાં તેજપાલે જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસો ખૂબ જ સંઘર્ષમય રહ્યા અને હું સંપૂર્ણપણે આની જવાબદારી સ્વીકારું છું. એક ખોટી રીતે લેવામાં આવેલા નિર્ણય, પરિસ્થિતિને ખરાબ રીતે લેવાના પગલે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના ઘટી જે એ તમામ વસ્તુઓની વિરુધ્ધ છે જેમાં આપણે વિશ્વાસ કરીએ છીએ અને જેના માટે આપણે સંઘર્ષ કરીએ છીએ.

tarun tejpal
તેમણે જણાવ્યું કે 'મેં સંબંધિત પત્રકારની મારા દુર્વ્યવહાર બદલ પહેલાથી જ માફી માગી લીધી છે, પરંતુ હું અનુભવી રહ્યો છું કે હજી પ્રાયશ્ચિતની જરૂર છે.' તહેલકાના સંસ્થાપક સદસ્ય તેજપાલે પોતાના પત્રમાં લખ્યું છે કે 'જો કે આમાં તહેલકાનું નામ જોડાયેલું છે અને એક ઉત્કૃષ્ટ પરંપરાની વાત છે, માટે મને લાગે છે કે માત્ર શબ્દોથી પ્રાયશ્ચિત ના થઇ શકે. મારે એવું પ્રાયશ્ચિત કરવું પડશે જે મને એક પાઠ ભણાવે. માટે હું પોતાને તહેલકાના તંત્રી પદથી અને તહેલકાની ઓફિસથી અલગ છ મહિના માટે પોતાને દૂર કરવાની માંગ કરૂ છું.'

બાદમાં શોમા ચૌધરીએ તહેલકાના બાકી કર્મચારીઓને એક મેલ મોકલીને ઘટનાક્રમની જાણકારી આપી. તેમણે લખ્યું કે 'એક અનિચ્છનીય ઘટના ઘટી અને તરૂણે આ મામલે મહિલા પત્રકારની માફી માગી છે. તેઓ આવતા છ મહિના માટે તહેલકાના તંત્રી પદથી અલગ રહેશે. તેજપાલના મેઇલની માહિતી કર્મચારીઓને આપી દેવામાં આવી છે. ચૌધરીએ જણાવ્યું કે આ સંસ્થાની અંદરની વાત છે અને મહિલા પત્રકાર આ જવાબ અને માફીથી સંતુષ્ટ છે.'

સીબીઆઇ નિર્દેશ રંજીત સિન્હાએ જ્યારે બળાત્કાર પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી ત્યારે તહેલકાના મેનેજીંગ તંત્રી કંઇક આવું ટ્વિટ કર્યું હતું.

<blockquote class="twitter-tweet blockquote" lang="en"><p>Ranjit Sinha should lose his job for his remark on enjoying rape. Is appalling that he can even think of defending such a remark</p>— Shoma Chaudhury (@ShomaChaudhury) <a href="https://twitter.com/ShomaChaudhury/statuses/400604846732349441">November 13, 2013</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>


જ્યારે આસારામ પર બળાત્કારનો આરોપ લાગ્યો ત્યારે તહેલકાના મેનેજીંગ તંત્રી શોમા ચૌધરીએ કંઇક આવું ટ્વિટ કર્યું હતું.

<blockquote class="twitter-tweet blockquote" lang="en"><p>When Nirbhaya was raped Asaram said it takes two hands to clap. Now that he's been accused, he thinks the noise has come out of thin air!!</p>— Shoma Chaudhury (@ShomaChaudhury) <a href="https://twitter.com/ShomaChaudhury/statuses/372700174382280704">August 28, 2013</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

હવે પોતાના તંત્રી પર લાગેલા બળાત્કારના આરોપ બાદ શોમાં ચૌધરી શું સ્ટેન્ડ લેશે તેની પર સવાલ છે.

English summary
Tehelka's editor Tarun Tejpal accused of sexual assault by journalist, steps down from post for six months.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X