For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે તેજસ્વીએ જણાવ્યુ કારણ, આંખોમાં આંસુ સાથે રાબડી દેવીના ઘરમાંથી કેમ નીકળી ઐશ્વર્યા

રાજદ સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના મોટા દીકરા તેજપ્રતાપ યાદવની પત્ની ઐશ્વર્યા રાય વિશે હવે તેમના નાના દીકરા તેજસ્વી યાદવે નિવેદન આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

રાજદ સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના મોટા દીકરા તેજપ્રતાપ યાદવની પત્ની ઐશ્વર્યા રાય વિશે હવે તેમના નાના દીકરા તેજસ્વી યાદવે નિવેદન આપ્યુ છે. વાસ્તવમાં ઐશ્વર્યા રાય ગયા શુક્રવારે પોતાની સાસુ રાબડી દેવીના ઘરેથી રોતા રોતા બહાર નીકળી હતી. ઘરમાંથી બહાર આવ્યા બાદ ઐશ્વર્યા રાય પોતાના પિતા ચંદ્રિકા રાયની મોકલેલી ગાડીમાં બેઠી અને પોતાના પિયર જતી રહી. તેજ પ્રતાપ યાદવ તરફથી છૂટાછેડાની અરજી દાખલ કરવામાં આવ્યા બાદથી જ ઐશ્વર્યા પોતાની સાસુ રાબડી દેવી સાથે રહેતી હરતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો તો ઘણા પ્રકારની અટકળો લગાવવામાં આવવા લાગી. હવે આ બાબતે તેજસ્વી યાદવનુ નિવેદન સામે આવ્યુ છે.

તેજસ્વીએ આપ્યુ આ નિવેદન

તેજસ્વીએ આપ્યુ આ નિવેદન

તેજસ્વી યાદવે પોતાની ભાભી ઐશ્વર્યા રાય બાબતે મીડિયા સાથે વાત કરતા કહ્યુ કે, ‘હું આ મામલે કંઈ નહિ કરુ, આ સંપૂર્ણપણે અમારો પારિવારિક મામલો છે. વીડિયો વિશે જે કહેવામાં આવી રહ્યુ છે કે તે રોઈ રહી હતી, તો એવી કોઈ વાત નથી. જ્યારે કોઈ ઘરમાંથી અચાનક બહાર નીકળતુ હોય તો મીડિયાને જોઈને મોઢુ ઢાંકી લે છે. ઘરની વહુ-દીકરીઓ પણ બહાર નીકળતી વખતે પોતાનો ચહેરો ઢાંકી લે છઠે. ભાભી ઐશ્વર્યાનુ રોજનુ આવવા જવાનુ હોય છે. તેમને ક્યાંય પણ જવા આવવાની પૂરી ફ્રીડમ છે. કોઈના પારિવારિક મામલે આ રીતે દખલ ન દેવી જોઈએ. આ વિશે તેમના પિતા ચંદ્રિકા રાયજીનું નિવેદન જુઓ તેમણે પણ આ જ વાત કહી છે.'

ઐશ્વર્યાના પિતાએ સમગ્ર મામલે શું કહ્યુ

ઐશ્વર્યાના પિતાએ સમગ્ર મામલે શું કહ્યુ

તમને જણાવી દઈએ કે આ મામલે હાલમાં જ ઐશ્વર્યાના પિતા ચંદ્રિકા રાયે નિવેદન આપીને કહ્યુ હતુ, ‘ઐશ્વર્યાનુ સાસરિયામાંથી પિયર આવવુ કોઈ અસામાન્ય વાત નથી. સાસરિયાથી પિયર આવવુ એક સામાન્ય પ્રક્રિયા છે.' વાસ્તવમાં શુક્રવારે પિયર આવ્યા બાદ ઐશ્વર્યા ફરીથી પોતાના સાસરે પાછી જતી રહી છે અને રાબડી દેવીના ઘરે તેમની સાથે રહે છે. વળી, આ સમગ્ર મામલે ઐશ્વર્યાની મા પૂર્ણિમા રાયે કહ્યુ, ‘ઐશ્વર્યા પોતાની બહેનને મળવા પિયર આવી હતી અને હવે પાછી સાસરે પાછી જતી રહી છે.'

આ પણ વાંચોઃ કર્ણાટકમાં ક્રેશ થયુ DRDOનું UAV રુસ્તમ 2, ટ્રાયલ દરમિયાન થઈ દૂર્ઘટનાઆ પણ વાંચોઃ કર્ણાટકમાં ક્રેશ થયુ DRDOનું UAV રુસ્તમ 2, ટ્રાયલ દરમિયાન થઈ દૂર્ઘટના

ફેમિલી કોર્ટમાં ચાલી રહ્યો છે કેસ

ફેમિલી કોર્ટમાં ચાલી રહ્યો છે કેસ

ઉલ્લેખનીય છે કે તેજ પ્રતાપ યાદવે પોતાની પત્ની ઐશ્વર્યા સાથે છૂટાછેડાની અરજી પટનાની ફેમિલી કોર્ટમાં દાખલ કરેલી છે અને કેસ અદાલતમાં ચાલી રહ્યો છે. છૂટાછેડાની અરજી નાખ્યા બાદ તેજ પ્રતાપે મીડિયાને કહ્યુ હતુ, ‘લગ્ન બાદ હું મરી મરીને જીવી રહ્યો છુ. મરી મરીને જીવવાનો તો કોઈ ફાયદો નથી. હું હવે આ સંબંધમાં વધુ નહિ રહી શકુ. રાજકીય ફાયદો લેવા માટે તેમના લગ્ન કરાવવામાં આયા હતા. મારી પત્ની મને મારા ભાઈ તેજસ્વી સાથે લડાવવા માંગે છે.' જો કે સમગ્ર મામલે ઐશ્વર્યાએ મીડિયા સામે કોઈ નિવેદન આપ્યુ નહોતુ.

તેજપ્રતાપને સમજાવવાની કોશિશો નિષ્ફળ

તેજપ્રતાપને સમજાવવાની કોશિશો નિષ્ફળ

કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કર્યા બાદ તેજ પ્રતાપ યાદવ વૃંદાવન જતા રહ્યા હતા અને ઘણા દિવસો સુધી ત્યાં જ રહ્યા. જો કે લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવીએ તેમને ઘણા સમજાવવાની કોશિશ કરી પરંતુ તેજ પ્રતાપ ન માન્યા. વળી, ઐશ્વર્યાના પરિવારે પણ બંને વચ્ચે સમાધાન કરાવવાની કોશિશ કરી પરંતુ આ બાબતે કોઈ ઉકેલ આવ્યો નહિ. ત્યારબાદ તેજ પ્રતાપની બહેન મીસા ભારતી અને તેના જીજાએ પણ તેને સમજાવવાની કોશિશ કરી પરંતુ તેજ પ્રતાપ પોતાની જીદ પર અડ્યા રહ્યા. કેસની સુનાવણી દરમિયાન તેજ પ્રતાપ યાદવના વકીલે કહ્યુ હતુ કે અમારી પૂરી કોશિશ છે કે આ લગ્નને બચાવી લેવામાં આવે.

English summary
Tejashwi Yadav Reacts On Tej Pratap Yadav Wife Aishwarya Rai Issue.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X