For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રામવિલાસ પાસવાનના નિધન પર આજે રાજકીય શોક, રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે

રામવિલાસ પાસવાનના નિધન પર તેજસ્વી યાદવ અને રાબડી દેવીએ પણ શોક વ્યક્ત કર્યો છે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ લોક જનશક્તિ પાર્ટીના સંસ્થાપક, કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનનુ લાંબી બિમારી બાદ ગુરુવારે નિધન થઈ ગયુ. રામ વિલાસ પાસવાન 74 વર્ષના હતા અને છેલ્લા ઘણા દિવસોથી દિલ્લીની હોસ્પિટલમાં ભરતી હતા જ્યાં કાલે સાંજે તેમણે અંતિમ શ્વાસ લીધા. પાસવાનનુ હાલમાં જ હ્રદયનુ ઑપરેશન થયુ હતુ અને તે છેલ્લા ઘણા સમયથી તબિયત માટે સંઘર્ષ કરી રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પાસવાનના નિધન પર રાજકીય શોકનુ એલાન કર્યુ છે. જે હેઠળ શુક્રવારે દેશમાં એ ઈમારતો જ્યાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવે છે ત્યાં અડધી કાઠીએ ફરકાવાશે.

ramvilas paswan

રામવિલાસ પાસવાનના નિધન બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ઘણા દિગ્ગજ હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો હતો. પાસવાનના નિધન પર તેજસ્વી યાદવ અને રાબડી દેવીએ પણ શોક વ્યક્ત કર્યો છે, તેમણે કહ્યુ કે પાસવાન પરિવાર સાથે તેમના સંબંધ ઘણા જૂના હતા.

રામવિલાસ પાસવાનના નિધન પર પીએમ મોદીએ શોક વ્યક્ત કરીને કહ્યુ કે મારી પાસે આ દુઃખને વ્યક્ત કરવા માટે શબ્દો નથી. તેમના નિધને આપણા દેશ માટે એક શૂન્ય છોડી દીધુ છે, જે કદાચ ક્યારેય નહિ ભરાય. પીએમ મોદી મુજબ રામ વિલાસ પાસવાનનુ નિધન તેમના માટે એક વ્યક્તિગત ખોટ છે. તેમણે આગળ લખ્યુ કે મે એક દોસ્ત, મૂલ્યવાન સહયોગીને ગુમાવી દીધા છે જે હંમેશા ઈચ્છતા હતા કે દરેક ગરીબ દેશમાં ગરિમાપૂર્ણ જીવન જીવે.

ગુજરાતઃ વડોદરામાં 3 સગીરા સાથે યૌન શોષણ, આરોપી પકડાયોગુજરાતઃ વડોદરામાં 3 સગીરા સાથે યૌન શોષણ, આરોપી પકડાયો

English summary
Tejaswi Yadav and Rabdi Devi expressed grief over the death of Ram Vilas Paswan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X