
તેજપાલના સંબંધીઓએ પીડિતાને પૂછ્યુ... બદલામાં શું જોઇએ છે?
નવી દિલ્હી, 24 નવેમ્બરઃ તેજપાલ બળાત્કાર કેસ સોલ્વ થવાના બદલે વધુ ગુંચવાઇ રહ્યો છે. જ્યાં ગોવા પોલીસ દ્વારા શોમા ચૌધરી અને તહેલકાના ત્રણ કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી છે. બીજી તરફ પીડિત તરફથી એવું નિવેદન આપવામાં આવ્યું છે કે, તરૂણ તેજપાલના સંબંધીઓ તેના ઘરે આવ્યા હતા અને તેમના માતા અને તેને કેસ પરત ખેંચવા માટે દબાણ કરી રહ્યાં છે.
પીડિતા એ સમયે ઘણા જ માનસિક દબાણમાથી ગુજરી રહી છે. પીડિતા કહ્યું છે કે, તેજપાલના સંબંધીઓએ તેને પૂછ્યું કે આ બધુ શા માટે કરી રહી છો અને તેના બદલે તેને શું જોઇએ છે. જો પીડિતાની વાત ખરેખર સાચી છે તો તરૂણ તેજપાલ તેની વિરુદ્ધ નીવેદન બાજી શા માટે કરી રહ્યાં છે તે એક પ્રશ્ન છે.
પરંતુ પોલીસે જણાવ્યા પ્રમાણે પીડિતા તરફથી તેજપાલ વિરુદ્ધ હજુ સુધી એકપણ લેખિત નિવેદન મળ્યું નથી. જો કે, પોલીસે એ જરૂર કહ્યું છે કે, ગોવાની જે હોટલની લિફ્ટમાં પીડિત સાથે યૌન શોષણ થયું છે, એ લિફ્ટમાં સીસી ટીવી કેમેરા નથી, પરંતુ લિફ્ટ બહાર લાગેલા કેમેરામાં પીડિતાએ એકવાર લિફ્ટમાંથી ગભરાઇને બહાર આવતા જોવા મળી હતી.નોંધનીય છે કે, તહેલકાના મુખ્ય સંપાદક તરૂણ તેજપાલ ઉપર મહિલા પત્રકારે યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. મહિલાનું કહેવું છે કે, ગોવામાં નશાની હાલતમાં તરૂણ તેજપાલે તેનું યૌન શોષણ કર્યું. જો કે, ઇન્ડિયન એક્સપ્રેસમાં આપવામાં નિવેદનમાં તેજપાલે કહ્યું છે કે, તેની વિરુદ્ધ ષડયંત્ર થઇ રહ્યું છે, પીડિતા ખોટું બોલી રહી છે.