તેલંગાણા વિધાનસભા ચૂંટણીને લઈ આંધ્ર પ્રદેશમાં સટ્ટોડિયાઓએ ઉંચો દાવ લગાવ્યો
ગુરુવારે તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે, જેને પગલે તેલંગાણાના પાડોશી રાજ્ય આંધ્ર પ્રદેશમાં સટ્ટોડિયાઓએ ઉંચો દાવ લગાવ્યો છે. મોડી રાત સુધી, દાવ 1:2 પર લગાવવામાં આવ્યો હતો, જેમાં 1 કે. ચંદ્રશેખર રાવની BRS (ભારત રાષ્ટ્ર સમિતિ)ની તરફેણમાં અને 2 કોંગ્રેસના તરફેણમાં હતો.

ધી હિન્દુના રિપોર્ટ મુજબ 29 નવેમ્બરે સવારથી જ સટ્ટાબજારો જોર પકડ્યું છે અને રાજકીય પક્ષોના રાજકારણીઓ તથા વેપારીઓ દ્વારા પણ દાવ લગાવવામાં આવ્યો છે.
છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં કોંગ્રેસે જોર પકડવાનું શરૂ કર્યું ત્યાર બાદ સટ્ટાબાજીમાં વધારો થયો છે. અગાઉ બીઆરએસની તરફેણમાં એકતરફી લડાઈ જણાતી હતી તે હવે બંનેની તરફેણમાં 50-50 ચાન્સ હોવાનું જણાઈ રહ્યું છે, કોંગ્રેસે ધાર મેળવી છે.
જેને પગલે દાવ ઉંચકાયો છે. માત્ર સરહદી શહેરોમાં જ નહીં પરંતુ વિજયવાડા, વિશાખાપટ્ટનમ, રાજમુન્દ્રી જેવા શહેરો અને ગુંટુર, ક્રિષ્ના, પૂર્વ અને પશ્ચિમ ગોદાવરી જેવા કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં પણ દાવ ઉંચો હતો. આ ઉપરાંત અનકપલ્લી અને શ્રીકાકુલમ જેવા નાના જિલ્લાઓમાં પણ દાવ ઉંચો હતો.
સૂત્રો મુજબ કરોડો રૂપિયાનો સટ્ટો લાગ્યો છે. ધી હિન્દુએ સૂત્રોના હવાલેથી જણાવ્યું કે એક રાજકારણીએ બીઆરએસ પર 1 કરોડ રૂપિયાનો દાવ લગાવ્યો છે અને કોંગ્રેસ પર 2 કરોડનો દાવ લગાવ્યો , મોટાભાગના રૂપિયા હવાલા અને એનઆરઆઈ એકાઉન્ટ દ્વારા મોકલવામાં આવ્યા હતા.
ચૂંટણીના થોડા દિવસો પહેલાં સટ્ટાબાજીના ગ્રુપ બનાવવામાં આવ્યાં છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કોડેડ શબ્દોમાં બેટ્સ મુકવામાં આવે છે. ભારતની બહાર રહેતા એનઆરઆઈ અને સોફ્ટવેર પ્રોફેશનલ્સે પણ પોતાના પૈસા લગાવ્યા છે.












Click it and Unblock the Notifications
