આંધ્રમાં તોફાન, રાજ્યસભામાં રજૂ થશે તેલંગણા બિલ

Posted By:
Subscribe to Oneindia News

હૈદરાબાદ, 19 ફેબ્રુઆરીઃ સંસદમાં બંધ દરવાજે રજૂ કરવામાં આવેલા તેલંગણા બિલને આજે રાજ્યસભામાં પ્રસ્તૃત કરવામાં આવશે. જેમાં કોંગ્રેસ અને ભાજપની સહમતિથી અનેક સંશોધન કરવામાં આવશે. તો તેંલગણા રાજ્ય ગઠનથી નારાજ આંધ્ર પ્રદેશમાં મુખ્યમંત્રી પોતાનું રાજીનામું આપી શકે છે. આ ઉપરાંત જે પ્રકારે લોકસભામાં બિન પ્રસારણનું બિલ રજૂ કરવામા આવ્યું, તેને લઇને પર્વાસન મંત્રી ચિંરનજીવીએ રાજ્યસભા કાર્યવાહી નહીં ચાલવા દેવાની ધમકી આપી છે. તેમનું કહેવું છે કે સરકારે જન ભાવનાઓને ધ્યાનમાં લીધી નથી અને પોતાનો નિર્ણય થોપી દીધો છે, તેથી તેઓ તેનો વિરોધ વ્યક્ત કરશે.

telangana-violence-01
તેલંગાણાને લઇને આંધ્ર પ્રદેશમાં હલચલ જારી છે, આજે પ્રદેશ બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેના માટે પ્રદેશમાં સુરક્ષા ચુસ્ત બનાવી દેવામાં આવી છે. તેલંગણાના ગઠનથી ખુશ ટીડીપી પણ બિલમાં સંશોધનના પક્ષમાં છે. આ મુદ્દે ભાજપ દ્વારા ગત કાલે એક બેઠક કરવામાં આવી હતી અને આજે પણ પાર્ટી સંસદીય બોર્ડની બેઠક થઇ શકે છે.

નોંધનીય છે કે, પ્રારંભથી જ તેલંગણા મુદ્દે વિરોધ કરી રહેલાં, મુખ્યમંત્રી કિરણ કુમાર રેડ્ડીના રાજીનામું આપ્યા બાદ નવી પાર્ટીની રચના કરવામાં આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અત્રે ધ્યાન આપવા યોગ્ય વાત એ છે કે છેલ્લા ચાર દશકાથી ચાલી રહેલી અલગ તેલંગણા રાજ્યની માંગ પર અમલ કરતા લોકસભામાં ચર્ચા અને વોટિંગ તો થયું પરંતુ આ દરમિયાન સદનનું લાઇવ પ્રસારણ રોકી દેવામાં આવ્યું, તેવામાં અનેક પ્રકારના પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યાં છે.

English summary
After approval in Lok Sabha, the telangana Bill will be tabled in Rajya Sabha, today.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.