For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તેલંગાનાના મુખ્યમંત્રીનુ ખોટુ નિવેદન બન્યુ ઘણી આત્મહત્યાઓનુ કારણ

તેલંગાના સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશનના કર્મચારીઓની ચાલી રહેલી હડતાળ દરમિયાન ઘણા કર્મચારીઓએ આત્મહત્યાની કોશિશ કરી જેના કારણે રાજ્યમાં રોડવેઝ કર્મચારીઓમાં રોષ છે.

|
Google Oneindia Gujarati News

તેલંગાના સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશનના કર્મચારીઓની ચાલી રહેલી હડતાળ દરમિયાન ઘણા કર્મચારીઓએ આત્મહત્યાની કોશિશ કરી જેના કારણે રાજ્યમાં રોડવેઝ કર્મચારીઓમાં રોષ છે. રોડવેઝ કર્મચારીછેલ્લા દસ દિવસથી વધુ દિવસોથી હડતાળ પર છે. કર્મચારીઓની હડતાળ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રીના ચંદ્રશેખર રાવનુ એક નિવેદન સામે આવ્યુ હતુ, જે બાદ કર્મચારીઓએ આત્મહત્યાની કોશિશ કરી. પરંતુ પોતાના આ નિવેદનને મુખ્યમંત્ર કાર્યલયે નકલી ગણાવ્યુ છે. સીએમ ઓફિસ તરફથી કહેવામાં આવ્યુ છે કે આ રીતનુ કોઈ નિવેદન આપવામાં આવ્યુ નથી, લોકો વચ્ચે નકલી નિવેદન ફેલાવવામાં આવી રહ્યુ છે.

KCR

48000 કર્મચારી સસ્પેન્ડ

તમને જણાવી દઈએ કે કેસીઆરનુ નિવેદન સામે આવ્યુ હતુ જેમાં કહેવામાં આવ્યુ હતુ કે 48000 કર્મચારીઓ જે હડતાળ પર હતા તે સસ્પેન્ડ થઈ ગયા છે. કારણકે દસ દિવસ પહેલા આ લોકોએ નોકરી ફરીથી જોઈન કરી નહોતી. મુખ્યમં6ના આ કથિત નિવેદન બાદ ઘણા કર્મચારીઓએ આત્મહત્યાની કોશિશ કરી. એક બસ ડ્રાઈવરે પોતાને આગના હવાલે કરી દીધો જેના કારણે તેનુ મોત થઈ ગયુ. એટલુ જ નહિ એક બસ ડ્રાઈવરે પોતાને ફાંસી લગાવી દીધી. સોમવારે એક બસ કંડક્ટરે પોતાના હાથની નસ કાપી લીધી હતી.

ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા

પરંતુ મુખ્યમંત્રીના જે નિવેદનના કારણે કર્મચારીઓમાં રોષ અને ગુસ્સો છે તેને મુખ્યમંત્રીએ ફગાવી દીધુ છે. કેસીઆરે કહ્યુ કે પ્રિન્ટ તેમજ ઈલેક્ટ્રોનિક મીડિયામાં ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ ખોટા સમાચાર ફેલાવવામાં આવી છે. મુખ્યમંત્રી કાર્યલાય તરફથી નિવેદન જારી કરીને કહેવામાં આવ્યુ છે કે આ રીતની નકલી ખબર ફેલાવવામાં આવી રહી છે કે કોઈએ મુખ્યમંત્રી કાર્યાલયમાં મદદ માટ ફોન કર્યો હતો અને સ્ટાફ તરપથી આ કથિત નિવેદન આપવામાં આવ્યુ.

ફરિયાદ નોંધાઈ

મુખ્યમંત્રી કાર્યાલય તરફથી કહેવામાં આવ્યુ છે કે કોઈએ નકલી ઑડિયા બનાવીને લોકો વચ્ચે એ દાવો કર્યો છે કે આ મુખ્યમંત્રીના સ્ટાફે કર્યુ છે. ત્યારબાદ મુખ્યમંત્રીના સ્ટાફે આ બાબતે સિટી પોલિસ કમિશ્નરને ફરિયાદ નોંધાવી છે જેનાથી આ રીતની નકલી ખબરોને રોકી શકાય સાથે આરોપી સામે કાર્યવાહી કરવામાં આવે.

વિપક્ષનો હુમલો

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડી જલ્દી આ સમગ્ર ઘટના પર પોતાનો રિપોર્ટ અમિત શાહને મોકલશે. રાજ્યમાં વિપક્ષી દળ ભાજપે બસ ડ્રાઈવરના મોતને દુઃખદ ગણાવ્યુ હતુ. તેલંગાના ભાજપ ચીફના લક્ષ્મણે આને સ્ટેટ મર્ડર ગણાવી દીધુ છે. તેમણે આરોપ લગાવ્યો કે મુખ્યમંત્રીના નિવેદનના કારણે ડ્રાઈવરે આ પગલુ ઉઠાવ્યુ જેના કારણે તેનુ મોત થઈ ગયુ. તેલંગાના કોંગ્રેસ ચીફ ઉત્તર કુમાર રેડ્ડીએ કહ્યુ કે કેસીઆરના નિવેદન અહંકારથી ભરેલુ હતુ જેના કારણે ડ્રાઈવરે આત્મહત્યા કરી લીધી.

આ પણ વાંચોઃ બુકર પ્રાઈઝ 2019: માર્ગારેટ એટવુડ અને બર્નરડાઈન એવરિસ્ટોને મળ્યુ બુકરઆ પણ વાંચોઃ બુકર પ્રાઈઝ 2019: માર્ગારેટ એટવુડ અને બર્નરડાઈન એવરિસ્ટોને મળ્યુ બુકર

English summary
Telangana: CM KCR says fake audio spread claiming of CMO staff.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X