For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'શશિ થરુરને પાર્ટીમાંથી કાઢી દેવા જોઈએ...' તેલંગાના કોંગ્રેસ પ્રમુખના નિવેદન પર વિવાદ, માંગવી પડી માફી

તેલંગાના કોંગ્રેસ પ્રમુખ રેવંથ રેડ્ડીએ પાર્ટીના વરિષ્ઠ નેતા અને સાંસદ શશિ થરુર વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ તેલંગાના કોંગ્રેસ પ્રમુખ રેવંથ રેડ્ડીએ પાર્ટીના વરિષ્ઠ નેતા અને સાંસદ શશિ થરુર વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી છે. જેને લઈને કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ રેવંથ રેડ્ડી પર નારાજગી વ્યક્ત કરી છે. ટીકાઓ બાદ ગુરુવારે (16 સપ્ટેમ્બર) રેવંથ રેડ્ડીએ શશિ થરુરની માફી માંગી લીધી છે. તેલંગાના કોંગ્રેસ પ્રમુખની શશિ થરુર પર અસંસદીય ટીપ્પણીને પાર્ટીના અમુક વરિષ્ઠ નેતાઓને નારાજ કરી દીધા છે. ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ મુજબ રેવંથ રેડ્ડીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વર્તમાન સાંસદ શશિ થરૂરને 'ગધેડો' કહ્યા છે અને કહ્યુ કે તેમને પાર્ટીમાંથી કાઢી મૂકવા જોઈએ.

Shashi Tharoor

કોંગ્રેસ નેતા મનીષ તિવારી અને રાજીવ અરોરાએ ગુરુવારે રેવંથ રેડ્ડીની ટિપ્પણી વિશે પોતાની નારાજગીને ટ્વિટર પર વ્યક્ત કરી. એક મીડિયા રિપોર્ટને ટેગ કરીને મનીષ તિવારીએ ટ્વિટ કર્યુ અને રેવંથ રેડ્ડીને પોતાની ટિપ્પણી પાછી લેવાની માંગ કરી. મનીષ તિવારીએ ટ્વિટમાં લખ્યુ, 'ડિયર રેવંથ રેડ્ડી, શશિ થરુર તમારા અને મારા એક મૂલ્યવાન સહયોગી છે. જો તમને તેમના કથિત નિવેદન વિશે કંઈક શંકા હોય તો સારુ રહેત કે તમે તેમની સાથે વાત કરતા. તમે જે કહ્યુ છે તે અયોગ્ય છે. તમારી પાસે માંગ છે કે તમે પોતાના શબ્દો પાછા લઈ લો.'

વળી, પાર્ટીના વરિષ્ઠ નેતા રાજીવ અરોરાએ પણ રેવંથ રેડ્ડીની ટિપ્પણીની નિંદા કરી. રાજીવ અરોરાએ ટ્વિટ કર્યુ, 'હું રેવંથ રેડ્ડી દ્વારા આઆઈપીસી અધ્યક્ષ અને વરિષ્ઠ કોંગ્રેસ સાંસદ શશિ થરુર માટે અપમાનજનક ટિપ્પણીની નિંદા કરુ છુ. તેમણે પોતાની ટિપ્પણી પાછી લઈને એક નિવેદન જાહેર કરવુ જોઈએ.'

કોંગ્રેસના ઘણા નેતાઓએ તેલંગાના કોંગ્રેસ પ્રમુખ રેવંથ રેડ્ડીના નિવેદનની ટીકા કરી. જે બાદ રેવંથ રેડ્ડીએ માફી માંગીને ટ્વિટ કર્યુ, 'મે શશિ થરુર સાથે વાતચીત કરી છે. મે તેમને જણાવ્યુ કે હું પોતાની ટિપ્પણી પાછી લઉ છુ અને ફરીથી કહુ છુ કે હું પોતાના વરિષ્ઠ સહયોગીને સર્વોચ્ચ સમ્માન આપુ છુ.' રેવંથ રેડ્ડીએ કહ્યુ કે શશિ થરુરને તેમના નિવેદનથી કોઈ પણ પ્રકારની ઠેસ પહોંચી હોય તો હું માફી માંગુ છુ.

આ ટ્વિટનો જવાબ આપીને તિરુવનંતપુરમના સાંસદ થરુરે ટ્વિટ કર્યુ અને લખ્યુ, 'મને રેવંથ રેડ્ડીએ ફોન કર્યો હતો. તેમણે જે પણ કહ્યુ તેના માટે મારી માફી માંગી છે. હું તેમને ખેદની અભિવ્યક્તિને સ્વીકારુ છુ અને આ દૂર્ભાગ્યપૂર્ણ વાતને પાછળ છોડીને ખુશ છુ.'

English summary
Telangana Congress Chief remarks on Shashi Tharoor after party leaders anger, he apologizes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X