Telangana Election : મુખ્યમંત્રી કેસીઆરના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું, જાણો કેમ?
બીઆરએસના અધ્યશ્ર અને તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી છે. ટેક્નિકલ ખામીનો ભોગ બનતા તેમના ફાર્મહાઉસ પર પાછા ફરીને ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતુ.
કેસીઆર હેલિકોપ્ટરમાં ચૂંટણી રેલી કરવા દેવરાકાદરા જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના ઘટી ગતી.. ત્યારબાદ એવિએશન કંપનીએ કેસીઆર માટે બીજા હેલિકોપ્ટરની વ્યવસ્થા કરી હતી.

સૂત્રો અનુસાર, ટેક્નિકલ ખામીના કારણે હેલિકોપ્ટરને ટેકઓફ કર્યાના 10 મિનિટ બાદ મુખ્યમંત્રીના ફાર્મહાઉસ પર પાછું લેન્ડ કરવું પડ્યું. સત્તાવાર નિવેદન અનુસાર, પાઈલટની તકેદારીના કારણે ટેકનિકલ ખામીની સમયસર જાણ થઈ ગઈ.
જાણ થયા બાદ પાયલટે હેલિકોપ્ટરને સીએમ કેસીઆરના ફાર્મ હાઉસ તરફ ફેરવ્યું અને તેને સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યું. એવિએશન કંપનીએ મુખ્યમંત્રી માટે બીજા હેલિકોપ્ટરની વ્યવસ્થા કરી હતી. વિલંબ પછી પણ KCR દિવસની ચૂંટણી રેલીઓ માટે પહોંચ્યા.
જણાવી દઈએ કે, કેરળની 119 વિધાનસભા બેઠકો માટે 60 નવેમ્બરે મતદાન થશે અન્ય રાજ્યોના ચૂંટણી પરિણામો સાથે 3 ડિસેમ્બરે પરિણામ જાહેર કરાશે.
ભારત રાષ્ટ્ર સમિતિના વડા અને મુખ્યમંત્રી કે.એસ. ચંદ્રશેખર રાવ ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે તેમની સામે તેમના જ પૂર્વ એટાલા રાજેન્દ્રને મેદાનમાં ઉતાર્યા છે. આ સીટ પર તેમની વચ્ચે જોરદાર ટક્કર થવાની સંભાવના છે.












Click it and Unblock the Notifications
