Telangana Election : તેલંગાણામાં કોગ્રેસનો મેનિફેસ્ટો જારી, 6 મોટા વાયદા કર્યા

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીનો મેનિફેસ્ટો જારી કર્યો છે. આ મેનિફેસ્ટોમાં પાર્ટીએ 6 મોટા વાયદા કર્યા છે.

આ મેનિફેસ્ટોમાં કોંગ્રેસે અગાઉ જાહેર કરેલા છ વચનો પર વિશેષ ભાર મૂક્યો છે. ગાંધી ભવન ખાતેથી મલ્લિકાર્જુન ખડગે સાથે તેલંગાણા કોંગ્રેસના પ્રભારી માણિકરાવ ઠાકરે, TPCC પ્રમુખ એ રેવન્ત રેડ્ડી, CLP નેતા ભટ્ટી વિક્રમાર્કા અને મેનિફેસ્ટો કમિટીના અધ્યક્ષ ડી શ્રીધર બાબુની હાજરીમાં મેનિફેસ્ટો જારી કરાયો.

Congress manifesto released in Telangana

મહાલક્ષ્મી યોજના
મહિલાઓને દર મહિને 2,500 રૂપિયા, 500 રૂપિયામાં LPG સિલિન્ડર અને RTC બસોમાં મફત બસ મુસાફરીનું વચન અપાયુ છે.

રાયથુ ભરોસા યોજના
ખેડૂતો અને પટ્ટા ધારકોને 15,000 રૂપિયા મળશે જ્યારે ખેતમજૂરોને પ્રતિ વર્ષ 12,000 રૂપિયા મળશે. ડાંગર પર પ્રતિ ક્વિન્ટલ 500 રૂપિયા બોનસ આપવામાં આવશે.

ગૃહ જ્યોતિ યોજના
આ યોજનામાં રાજ્યમાં 200 યુનિટ વીજળી મફત આપવામાં આવશે.

ઈન્દિરા અમ્મા ઈન્ડલુ યોજના
ઘર બનાવવા માટે મફત જમીન અને 5 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.

યુવા વિકાસ
વિદ્યાર્થીઓને 5 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે અને તેલંગાણાના દરેક જિલ્લામાં આંતરરાષ્ટ્રીય શાળાઓ ખોલવામાં આવશે.

ચેયુથા યોજના
વરિષ્ઠ નાગરિકોને 4,000નું પેન્શન આપવામાં આવશે અને રાજ્ય આરોગ્યશ્રી હેઠળ 10 લાખ સુધીનો આરોગ્ય વીમો આપવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X