Telangana Election : જાણો કેટલી સંપતિના માલિક છે સીએમ કેસીઆર? નથી એક પણ ગાડી
તેલંગાણાના એક માત્ર મુખ્યમંત્રી કેસીઆર આ વખતે તેમની ખુરશી બચાવાવ માટે જાન લગાવી રહ્યા છે. અહીં તેમને કોગ્રેસ તરફથી કાંટાની ટક્કર મળી રહી છે.
તેલંગાણાના પહેલા મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ 59 કરોડની કૌટુંબિક સંપતિ અને 25 કરોડનું દેવુ જાહેર કર્યુ છે. તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટેના ઉમેદવારી પત્રમાં તેમણે આ વિગતો જારી કરી છે.

ઉમેદવારી પત્રમાં તેમણે જણાવ્યુ છે કે તેમની પાસે કોઈ કાર નથી. આ સિવાય તેમની સામે 9 કેસ પેન્ડિંગ છે. આ કેસ તેલંગાણા રાજ્ય માટેની ચળવળ દરમિયાન નોંધાઈ હતી. તેમને કોઈપણ કેસમાં સજા થઈ નથી.
તેમના જણાવ્યા અનુસાર, તેમની પત્ની શોભા અને પરિવારના નામે કુલ 7 કરોડ અને 9 કરોડથી વધુની જંગમ સંપત્તિ છે. શોભા પાસે 2.81 કિલો સોનાના દાગીના, હીરા અને અંદાજે 1.5 કરોડ રૂપિયાની અન્ય કિંમતી વસ્તુઓ છે.
આ સિવાય સીએમ કેસીઆરના નામે 8.50 કરોડ રૂપિયાની સ્થાવર મિલ્કત છે. તેમના પરિવાર પાસે લગભગ 15 કરોડ રૂપિયાની સ્થાવર મિલ્કત છે. આવકવેરા રિટર્ન મુજબ, 31 માર્ચ 2023 સુધીમાં રાવની કુલ આવક 1.60 કરોડ કરતાં વધુ હતી.
આ સિવાય સોગંદનામામાં કેસીઆરને ખેડૂત તરીકે દર્શાવવામાં આવ્યા છે અને તેમની શૈક્ષણિક લાયકાત BA દર્શાવાઈ છે. મુખ્યમંત્રીના પરિવાર પાસે ટ્રેક્ટર સહિત ઘણા વાહનો છે.












Click it and Unblock the Notifications
