Telangana Election : સીએમ કેસીઆરને રાહુલ ગાંધીનો સણસણતો જવાબ, કહ્યું-તમે જ્યાં ભણ્યા તે શાળા કોંગ્રેસે બનાવી
તેલંગાણામાં કોંગ્રેસ અને બીઆરએસ વચ્ચે કાંટાની લડાઈ જોવા મળી રહી છે. અહીં સત્તાધારી બીઆરએસ સત્તા બચાવવા મેદાને છે તો કોંગ્રેસ સત્તાની દાવેદાર માનવામાં આવી રહી છે.
નેતાઓ વચ્ચે વાર પલટવાર ચાલુ છે ત્યારે સીએમ કેસીઆરના સવાલનો રાહુલ ગાંધીએ સણસણતો જવાબ આપ્યો છે. કેસીઆરે સવાલ ઉઠાવ્યા હતા કે કોંગ્રેસે તેલંગાણામાં શું કર્યુ છે?

આ સવાલનો જવાબ આપતા રાહુલ ગાંધીએ કેસીઆર પર નિશાન સાધ્યુ અને કહ્યું કે, તેમણે સવાલ ઉઠાવ્યો કે કોંગ્રેસે શું કર્યું? હું તેમને કહું છું કે કોંગ્રેસે શું કર્યું - કેસીઆર જે રસ્તાઓ પર ચાલે છે તે રસ્તાઓ કોંગ્રેસ દ્વારા બનાવવામાં આવ્યા છે અને તેમણે જે શાળા કે યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો તે કોંગ્રેસ દ્વારા બનાવવામાં આવી છે.
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, પીએમ મોદી જે કહે છે તે કેસીઆર પણ કહે છે. કેસીઆર સંસદમાં પીએમ મોદીની મદદ કરે છે. જો કેસીઆર પીએમ મોદીની સાથે નથી તો તેમની સામે કેસ કેમ નથી થતા?
રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, હું પીએમ નરેન્દ્ર મોદી સામે લડું છું. મારી સામે 24 કેસ છે. EDએ પાંચ દિવસ સુધી 55 કલાક સુધી મારી પૂછપરછ કરી. મારી લોકસભાની સદસ્યતા રદ કરવામાં આવી, મારું ઘર છીનવી લેવામાં આવ્યું.
રાહુલ ગાંધીએ કહ્યું કે, લઈ જાઓ. મારું ઘર, મને તે જોઈતું નથી. મારું ઘર ભારતના કરોડો ગરીબ લોકોના હૃદયમાં છે.
જણાવી દઈએ કે, તેલંગાણામાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે અમે OBC મુખ્યમંત્રી લાવશું. આના પર સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, પહેલા બે ટકા વોટ લાવો. કોંગ્રેસે બીજેપીને પછાડી છે. બીજેપી પાછળથી KCRને મદદ કરી રહી છે. AIMIM પણ આ રમતમાં છે. કોંગ્રેસ જ્યાં પણ બીજેપી સામે લડે છે ત્યાં AIMIMના ઉમેદવારોને ત્યાં ટિકિટ મળે છે.
કોંગ્રેસના મેનિફેસ્ટોનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, સરકાર બનાવ્યા બાદ પ્રથમ કેબિનેટ બેઠકમાં તેલંગાણાને આપેલા તમામ વચનો માટે અમે કાયદો બનાવીશું.












Click it and Unblock the Notifications
