For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Telangana Election Results: કોંગ્રેસે EVM પર ઉઠાવ્યા સવાલ, ચૂંટણી આયોગમાં ફરિયાદ કરી

તેલંગાણાઃ કોંગ્રેસે ઈવીએમ પર ઉઠાવ્યા સવાલ, કરી ફરિયાદ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ તેલંગાણામાં જેવી રીતે ટીઆરએસ ભારે બહુમતીથી આગળ વધી રહ્યું છે તે બાદ કોંગ્રેસે અહીં ચૂંટણીના પરિણામો પર સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસ નેતાઓએ ઈવીએમ પર સવાલો ઉઠાવ્યો છે અને આ મામલે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. હૈદરાબાદમાં કોંગ્રેસ નેતાઓએ તેલંગાણાના મુખ્ય ચૂંટણી અધિકારી રજત કુમારને ફરિયાદ કરી છે. કોંગ્રેસ નેતાઓ એકઠા થઈ ચૂંટણી આયોગના મુખ્ય ચૂંટણી અધિકારીને મળી ઈવીએમની ફરિયાદ કરતાં આના પર શંકા વ્યક્ત કરી છે. કોંગ્રેસનો આરેપ છે કે ઈવીએમ મશીનોની સાથે છેડછાડ કરવામાં આવી છે.

ખોટા આંકડા દેખાડી રહ્યું છે ઈવીએમ

ખોટા આંકડા દેખાડી રહ્યું છે ઈવીએમ

તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ કમિટી આ બાબતે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. પાર્ટીના મુખ્ય ચૂંટણી સંયોજક નિરંજનની આગેવાનીમાં કોંગ્રેસ નેતાઓએ આની ફરિયાદ કરી છે. કોંગ્રેસ નેતાઓએ પોતાની ફરિયાદમાં કહ્યું કે પ્રદેશમાં મતની ગણતરી ચાલી રહી છે, પરંતુ પરિણામમાં જે વલણ જોવા મળી રહ્યું છે તેનાથી સ્પષ્ટ શંકા ઉદ્ભવે છે કે મશીનો સાથે છેડછાડ કરવામાં આવી છે. ઈવીએમ મશીનોમાં જે પરિણામ જોવા મળી રહ્યું છે તે જમીની હકીકતથી બિલકુલ અલગ છે.

100 ટકા વીવીપેટની ગણતરી થાય

100 ટકા વીવીપેટની ગણતરી થાય

કોંગ્રેસે ચૂંટણી પંચને અપીલ કરી છે કે 100 ટકા વીવીપેટ મશીનની ચિઠ્ઠીઓની ફરીથી ગણતરી કરવામાં આવે. જેની ગણતરી કર્યા બાદ જ ચૂંટણીના અંતિમ રિઝલ્ટની ઘોષણા કરવામાં આવે. કોંગ્રેસે અપીલ કરી છે કે આ મામલામાં તત્કાળ કાર્યવાહી કરતા પગલાં ઉઠાવવામાં આજે જેનાથી લોકતંત્રને બચાવી શકાય. ઉલ્લેખીય છે કે પરિણામ મુજબ તેલંગાણાની 119 સીટમાંતી ટીઆરએસના ખાતામાં 85 સીટ આવી રહી છે, જ્યારે કોંગ્રેસ માત્ર 23 સીટમાં સમેટાઈ જશે.

ઉત્તમ કુમારે સવાલ ઉઠાવ્યો

ઉત્તમ કુમારે સવાલ ઉઠાવ્યો

તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ કમિટીના નેતા ઉત્તમ કુમાર રેડ્ડીએ ચૂંટણી પરિણામ પર સવાલ ઉઠાવતા કહ્યું કે મને ચૂંટણી પરિણામ પર શક છે. ઉત્તમ કુમારે ઈવીએમ મશીનોની સાથે છેડતીનો આરોપ લગાવ્યો છે, તેમણે કહ્યું કે વીવીપેટની ચિઠ્ઠીની પણ ગણતરી કરવી જોઈએ. ઉત્તમ કુમારે કહ્યું કે તમામ કોંગ્રેસી નેચા ચૂંટણી પંચને આ બાબતે ફરિયાદ કરશે. તેમણે કહ્યું કે અમને ઈવીએમ પર શક છે. ચૂંટણીમાં ગોટાળો થઈ રહ્યો છે.

સત્તા પલટવાનો દોર યથાવત, 2014 બાદ અમુક સીએમ જ બચાવી શક્યા ખુરશીસત્તા પલટવાનો દોર યથાવત, 2014 બાદ અમુક સીએમ જ બચાવી શક્યા ખુરશી

English summary
Telangana Election Results 2018: Congress files its complaint to Election commission over EVM.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X