Telangana Exit Poll 2023 : 2019 પ્રમાણે વોટ પડ્યા તો કોનું પલ્લુ ભારે? જાણો બીજેપીને કેટલા ચાન્સ?
તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટેના અંતિમ મતદાન સાથે પાંચ રાજ્યોની વિધાનસભા માટે મતદાન પુરૂ થઈ ગયુ છે. તેલંગાણામાં કોંગ્રેસ અને બીઆરએસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.
તેલંગાણામાં છેલ્લી ચૂંટણી 2019માં લોકસભા ચૂંટણી હતી. આ વખતે જે રીતે બીજેપીના ટોચના નેતાઓએ રાજ્યમાં તાકાત લગાવી છે, જો તેના કારણે મતદાનની પેટર્ન લોકસભા ચૂંટણીની જેમ જ રહે તો પરિણામો શું હોઈ શકે?

તેલંગાણામાં 2019ની પેટર્ન પર મત પડશે તો?
તેલંગાણામાં 2018ની વિધાનસભા ચૂંટણીના થોડા મહિનાઓ પછી યોજાયેલી 2019ની લોકસભાની ચૂંટણીમાં મતદારોનો મુડ નોંધપાત્ર રીતે બદલાયો હતો. જો આપણે 119 વિધાનસભા સીટોના પરિણામો અનુસાર તેલંગાણાની 17 લોકસભા સીટોના પરિણામો પર નજર નાખીએ તો જાણી શકાશે કે જો વોટિંગ પેટર્ન યથાવત રહે તો કેવા પરિણામો આવી શકે છે.
તેલંગાણામાં 2019ની ચૂંટણીમાં કઈ પાર્ટીને કેટલા વોટ મળ્યા હતા?
2019ની લોકસભા ચૂંટણીમાં શાસક તેલંગાણા રાષ્ટ્ર સમિતિ અને હવે ભારત રાષ્ટ્ર સમિતિને 41.7% મત મળ્યા હતા. કોંગ્રેસ બીજા સ્થાને હતી અને તેને 29.8% મત મળ્યા હતા. બીજેપી ત્રીજા સ્થાને હતી અને 19.6% વોટ મેળવવામાં સફળ રહી હતી. અન્યને 6% વોટ મળ્યા અને અસદુદ્દીન ઓવૈસીની AIMIM ને 2.8% વોટ મળ્યા હતા.
2019ની ચૂંટણીમાં કોંગ્રેસ-બીજેપીને સમાન બેઠકો
જો વિધાનસભા સીટો પર જીત અને હારના સંદર્ભમાં આંકડાનું વિશ્લેષણ કરીએ તો BRS એ સૌથી વધુ એટલે કે 71 સીટો જીતી હતી. જ્યારે કોંગ્રેસને 21 બેઠકો મળી હતી. આશ્ચર્યજનક વાત એ છે કે બીજેપી અને કોંગ્રેસ વચ્ચે લગભગ 10 ટકા વોટ શેરનો તફાવત હોવા છતાં બીજેપી 21 વિધાનસભા બેઠકો પર લીડ મેળવી હતી. જ્યારે AIMIMને 6 સીટો પર લીડ મળી હતી.
ભાજપના વોટ શેરમાં સૌથી વધુ ઉછાળો
વોટ શેરના સંદર્ભમાં 2019ની લોકસભા ચૂંટણી અને 2018ની તેલંગાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો સૌથી મોટો ઉછાળો બીજેપીના વોટ શેરમાં હતો. વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી માત્ર 7% વોટ શેર મેળવવામાં સફળ રહી હતી, જ્યારે લોકસભામાં તે વધીને 19.6% થયો. જ્યારે 2018ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો વોટ શેર 28.4% હતો અને BRSનો વોટ શેર 46.9% હતો.
છેલ્લી તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં, BRSને 88, કોંગ્રેસને 19, AIMIMને 7, TDPને 2 અને BJPને માત્ર 1 બેઠક મળી હતી. અન્યને 2 બેઠકો આવી હતી.












Click it and Unblock the Notifications
