For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારે વરસાદના કારણે હૈદરાબાદમાં ઘણા વિસ્તારો જળમગ્ન

તેલંગાનાની રાજધાની હૈદરાબાદમાં શનિવારની સાંજથી સતત વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે ગ્રેટર હૈદરાબાદના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

|
Google Oneindia Gujarati News

હૈદરાબાદઃ તેલંગાનાની રાજધાની હૈદરાબાદમાં શનિવારની સાંજથી સતત વરસાદ થઈ રહ્યો છે. જેના કારણે ગ્રેટર હૈદરાબાદના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સ્થિતિ એવી છે કે રસ્તા અને ગલીઓમાં પૂર જેવો નઝારો દેખાય છે. રસ્તા પર પાણી એ રીતે વહી રહ્યુ છે કે જાણે કોઈ નદી હોય. પાણીના વહેણમાં બધુ વહેતુ દેખાઈ રહ્યુ છે. વરસાદથી અહીં અત્યાર સુધી 50 લોકોના જીવ જઈ ચૂક્યા છે. જ્યારે કરોડોનુ નુકશાન થયુ છે. હૈદરાબાદમાં વરસાદથી હજુ પણ રાહત મળતી દેખાતી નથી. હવામાન વિભાગ મુજબ રવિવારે શહેરના અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ કે ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે જ્યારે એક કે બે સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે.

rain

અધિકૃત આંકડાઓ મુજબ શનિવારે સવારે 8.30 વાગ્યાથી રાતે 10 વાગ્યા સુધી મેડચલ મલ્કાજગિરી જિલ્લાના સિંગાપુર ટાઉનશિપમાં 157.3 મિમી અને શહેરના ઉપ્પલ પાસે બાંદલાગુડામાં 153 મિમી વરસાદ થયો. શહેરના ઘણા અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ થયો. જીએસએમસીના નિરીક્ષણ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ નિર્દેશક વિશ્વજીત કામપતિના એક ટ્વિટ અનુસાર ગ્રેટર હૈદરાબાદ નગર નિગમ(જીએસએમસી)ના ડિઝાસ્ટર પ્રતિક્રિયા બળ(ડીઆરએફ)ના કર્મી સતત પાણીના નિકાલ અને પૂરમાં બચાવ માટે કાર્ય કરી રહ્યા છે.

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાય એસ જગનમોહન રેડ્ડીએ શનિવારે કેન્દ્રીય મંત્રી અમિત શાહને પત્ર લખીને રાજ્યમાં ગયા સપ્તાહે થયેલા ભારે વરસાદ અને પૂર બાદ સમારકામ અને રાહતકામ માટે કેન્દ્ર પાસેથી તત્કાલ 2250 કરોડ રૂપિયાની મદદની માંગ કરી છે.

જીવતા ભૂંજાયા એક જ પરિવારના ચાર સભ્યો, સુસાઈડ નોટમાં લૉકડાઉનને ગણાવ્યુ જવાબદારજીવતા ભૂંજાયા એક જ પરિવારના ચાર સભ્યો, સુસાઈડ નોટમાં લૉકડાઉનને ગણાવ્યુ જવાબદાર

English summary
Telangana: Several parts of Hyderabad continue to remain flooded following incessant heavy rains.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X