For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તેલંગણા માર્ચઃ પોલીસ-વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ, હૈદરાબાદ ફરી સળગ્યું

By Super
|
Google Oneindia Gujarati News

Telangana Protest
હૈદરાબાદ, 30 સપ્ટેમ્બરઃ હૈદરાબાદ ફરી એક વખત ઓસમાનિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચેના ઘર્ષણનું સાક્ષી બન્યું છે. આ ઘર્ષણ એ સમયે થયું જ્યારે અલગ તેલંગણા રાજ્યની માંગ સાથે એક રેલી યોજઇ રહી હતી.

સુરક્ષા પહેરો તોડવાનો પ્રયત્ન કરી રહેલા ટોળાને વિખેરી નાંખવા માટે પોલીસ દ્વારા ગેસના ગોળા છોડવામાં આવ્યા અને લાઠીચાર્જ કરવામાં આવતા આ રેલી હિંસક બની ગઇ હતી.

આ રહેલી દરમિયાન કેશવ રાવ સહિત છ કોંગ્રસી નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. વિરોધ પ્રદર્શનકારીઓ મુખ્યમંત્રી કિરણકુમાર રેડ્ડીના નિવાસ્થાન અને કાર્યાલય બહાર ધરણા પર બેસવાના હતા.

નોંધનીય છે કે, હિંસાની આશંકાના પગલે રેલવે દ્વારા રવિવારે પહેલેથી જ 40 ટ્રેનો રદ કરવામાં આવી હતી અને હૈદરાબાદની લોકલ તથા સબ અર્બન ટ્રેન સર્વિસને પણ રદ કરવામાં આવી હતી. સાઉથ સેન્ટ્રલ રેલવે દ્વારા 12 એક્સપ્રેસ અને 25 પેસેન્જર ટ્રેન કેન્સલ કરવામાં આવી હતી.

રાજ્ય સરકાર દ્વારા અન્ય જિલ્લામાંથી હૈદરાબાદ આવતા લોકોને રોકવા માટે આ નિર્દેશ આપ્યા હતા. રાજ્ય સરકાર અને પોલીસ દ્વારા શહેરના તમામ સીનેગૃહો, શોપિંગ મોલ્સને બંધ રાખવા માટે આદેશ આપ્યા હતા.

English summary
Hyderabad once again witnessed a violent clash between police and students of Osmania University from where Telangana march reiterating their demand of separate statehood began on Sunday, Sep 30.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X