સ્વર્ણિમ તેલંગાણા બનાવવા માટે મતદાન કરોઃ રાહુલ ગાંધીએ તેલુગુમાં કરી અપીલ
તેલંગાણામાં આજે વિધાનસભા ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે. રાજ્યભરના મતદારો પોતપોતાના મતદાનક્ષેત્રમાં આવેલા બૂથ પર જઈને મતાધિકારનો ઉપયોગ કરવા માટે સવારથી જ કતારમમાં ઉભી ગયા છે. તેલંગાણા રાજ્યમાં ઘણા ફિલ્મી હસ્તીઓ અને ચૂંટણી લડનારા ઉમેદવારો સહિતના રાજકારણીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી ચૂક્યા છે.

તેલંગાણાની ચૂંટણીને પગલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેલંગાણાના મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી, પરંતુ રાહુલ ગાંધીએ તેલુગુ ભાષામાં નાગરિકોને સ્પર્શી જાય તેવો એક સંદેશ ટ્વીટ લખ્યો હતો. આ ટ્વીટ રાહુલ ગાંધીએ તેલુગુ ભાષામાં જ કર્યું હતું.
રાહુલ ગાંધીએ તેલંગાણાના ભાઈઓ-બહેનોને મોટી સંખ્યામાં મતદાનમાં ભાગ લેવા માટે હાકલ કરી. આ અવસરે રાહુલ ગાંધીએ કહ્યું કે દરેક વ્યક્તિએ સુવર્ણ તેલંગાણાના નિર્માણ માટે મત આપવો જોઈએ. તેલંગાણામાં ચૂંટણી પ્રચાર દરમિયાન લોકો તરફથી મળેલા સ્વાગત અંગે રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો.
રાહુલ ગાંધીએ પોસ્ટ કરેલો વીડિયો અહીં જુઓ
నేడు దొరలపై ప్రజలు గెలవబోతున్నారు.
— Rahul Gandhi (@RahulGandhi) November 30, 2023
నా తెలంగాణ సోదర సోదరీమణులారా!
రండి.. అధిక సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొనండి.
బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ఓటేయ్యండి! కాంగ్రెస్ ను గెలిపించండి!
Today, Prajala will defeat Dorala!
Brothers and sisters of Telangana, step out and vote in large… pic.twitter.com/yvrvNMBziX












Click it and Unblock the Notifications
