Telangana Result: રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાએ તેલંગાણામાં ભાજપ-બીઆરએસની ઉમ્મીદ તોડી
આજે 3 ડિસેમ્બરે વહેલી સવારે 8 વાગ્યેથી રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી થઈ રહી છે. મતગણતરીમાં રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ભાજપ આગળ ચાલી રહ્યો છે જ્યારે તેલંગાણામાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાએ કોંગ્રેસને નવી આશા જગાવી છે અને બીઆરએસ તથા ભાજપની આશા તોડી છે.

અર્લી ટ્રેન્ડ પ્રમાણે તેલંગાણામાં કોંગ્રેસ 55 સીટ પર આગળ ચાલી રહી છે જ્યારે બીઆરએસ 35 સીટ પર આગળ ચાલી રહી છે અને ભાજપ માત્ર 3 સીટ પર જ આગળ ચાલી રહ્યો છે, જ્યારે અન્યો 6 સીટ પર આગળ ચાલી રહ્યા છે. અર્લી ટ્રેન્ડ પ્રમાણે કોંગ્રેસ તેલંગાણામાં મેજોરિટી માર્ક એટલે કે જાદૂઈ બહુમતિનો આંકડો હાંસલ કરી લીધો છે.
અન્ય રાજ્યોની વાત કરીએ તો અર્લી ટ્રેન્ડમાં છત્તીસગઢમાં પણ કોંગ્રેસે બહુમતીનો આંકડો ટચ કરી લીધો છે. મધ્ય પ્રદેશમાં ભાજપે બહુમતીનો આંકડો ટચ કરી લીધો છે અને રાજસ્થાનમાં પણ ભાજપે બહુમતીનો આંકડો ટચ કરી લીધો છે.












Click it and Unblock the Notifications
