For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તેલંગાણા : 68 વર્ષના સંઘર્ષ બાદ મળેલી સફળતાનો શ્રેય કોને?

|
Google Oneindia Gujarati News

આંધ્રપ્રદેશની કોંગ્રેસ શાસિત સરકારે અલગ તેલંગાણા રાજ્યને મંજુરી આપવા માટે સહમતિ દર્શાવી દીધી છે. આ સમગ્ર પ્રક્રિયા એટલે કે અલગ તેલંગાણાની માંગણીથી લઇને તેને મંજુરીની મળી તે માટેની પ્રક્રિયા દરમિયાન વિવિધ રાજકીય નેતાઓ જુદી જુદી ભૂમિકામાં જોવા મળ્યા હતા. કેવી રીતે અને ક્યારે શરૂ થયું અભિયાન અને આ રાજનેતાઓએ તેલંગાણા મુદ્દે કેવું વલણ દાખવ્યું તે આવો જાણીએ...

અલગ તેલંગાણા રાજ્ય

અલગ તેલંગાણા રાજ્ય

તેલંગાણાના નિર્માણની ઔપચારિક પ્રક્રિયા શરૂ થઇ જશે અને સરકાર આગામી ચોમાસૂ સત્રમાં તે સંબંધિત ખરડો રજૂ કરી શકે છે. તેલંગાણા રાજ્ય દેશનું 29મું રાજ્ય બનશે. તેમાં તેલંગાણા વિસ્તારના 10 જિલ્લાઓને સામેલ કરવામાં આવશે. અલગ રાજ્ય બનવાની પ્રક્રિયા પૂરી થતા પાંચથી છ મહિનાનો સમય લાગી શકે છે.

અલગ તેલંગાણાની ચળવળ

અલગ તેલંગાણાની ચળવળ

તેલંગાણાને 1956માં આંધ્રપ્રદેશમાં મેળવવામાં આવ્યું હતું. ત્યારથી અનેકવાર અલગ તેલાંગાણા રાજ્ય માટે અનેક અભિયાનો અને ચળવળ ચલાવવામાં આવી ચૂકી છે. વર્ષ 2000માં અલગ તેલંગાણા રાજ્ય ચળવળે ફરી એકવાર જોર પકડ્યું. ત્યારથી આંધ્રપ્રદેશના હૈદરાબાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વિરોધ પ્રદર્શનો થતા રહ્યા છે. ધીરે ધીરે ગંભીર સ્વરૂપ લઇ રહેલી માંગણીને લઇને કેન્દ્ર સરકારે 9 ડિસેમ્બર, 2009ના રોજ રિપોર્ટ માંગ્યો હતો. ત્યારથી આજ સુધી આ મુદ્દે અનેક વાર બેઠકો યોજાઇ ચૂકી છે. છેવટે હવે રાજકીય પક્ષો વચ્ચે તે માટે એક મત સાધી શકાયો છે.

નલ્લારી કિરણ કુમાર રેડ્ડી

નલ્લારી કિરણ કુમાર રેડ્ડી

આંધ્રપ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી કિરણ કુમાર રેડ્ડી તેલંગાણાના સખત વિરોધી અને સંયુક્ત આંધ્રપ્રદેશના પક્ષધર રહ્યા છે. વર્ષો સુધી સત્તામાં રહ્યા બાદ કિરણ કુમાર રેડ્ડીએ અલગ તેલંગાણા રાજ્યની સ્થાપનાના સંદર્ભમાં કોંગ્રેસાન નેતૃત્વને ના પાડી હતી.

દામોદર રાજા નરસિમ્હા

દામોદર રાજા નરસિમ્હા

આંધ્રપ્રદેશના ઉપમુખ્યમંત્રી અને દલિત નેતા રાજા નરસિમ્હા તેલંગાણા સાથે સંબંધ ધરાવે છે અને તેઓ અલગ તેલંગાણાના પ્રબળ સમર્થક છે. તેમણે મુખ્યમંત્રી અને અન્ય નેતાઓના એવા પ્રચારનો પૂરી તાકાતથી સામનો કર્યો કે અલગ તેલંગાણા લોકોના હિતમાં નથી.

કે ચંદ્રશેખર રાવ

કે ચંદ્રશેખર રાવ

તેલંગાણા રાજ્યના મુદ્દે નિર્ણાયક સ્થિત લાવવાનું શ્રેય કે ચંદ્રશેખર રાવને જાય છે. તેમણે વર્ષ 2001માં લોકો જ્યારે અલગ તેલંગાણા રાજ્ય બનવાની આશા છોડી બેઠા હતા ત્યારે તેની જોરદાર માંગણી ફરી ઉઠાવી હતી. વર્ષ 2009માં તેમણે આમરણ ઉપવાસ કરીને કોંગ્રેસને તેલંગાણા મુદ્દે સ્પષ્ટ મત રજૂ કરવા મજબૂર કરી હતી. હવે તેમને પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે કે તેઓ એક દલિતને તેલંગાણાના પહેલા મુખ્યમંત્રી બનાવવાનું પોતાનું વચન પૂરું કરશે? આ માટે તેઓ પોતાની પાર્ટીનો કોંગ્રેસમાં વિલય કરશે?

નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા

નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા

આંઘ્રપ્રદેશના લોકોને લખેલા એક ખુલ્લા પત્રમાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે "લોકોની શક્તિને કારણે કોંગ્રેસને પાછલા કેટલાક દિવસોમાં આમ કરવા માટે મજબૂર થવું પડ્યું છે. જે બાબતને કોંગ્રેસ છેલ્લા 9 વર્ષથી ટાળી રહી હતી, તે હવે માનવી પડી છે. આટલા વર્ષોમાં આંધ્રપ્રદેશના લોકોનો સામનો કરવાને બદલે કોંગ્રેસ સમિતીઓ અને રિપોર્ટો પાછળ છુપતી રહી છે. શું તેઓ આ માટે આંધ્રપ્રદેશના લોકોની માફી માંગશે?"

દિગ્વિજય સિંહની પ્રતિક્રિયા

દિગ્વિજય સિંહની પ્રતિક્રિયા

અલગ તેલંગાણા રાજ્ય અંગે કોંગ્રેસે દર્શાવેલા સહમતિના નિર્ણયને ચૂંટણી સાથે સાંકળીને જોવું ના જોઇએ. આ નિર્ણયને અન્ય રાજ્યોની માંગ સાથે જોડીને પણ જોવો ના જોઇએ. અલગ તેલંગાણાનો નિર્ણય ઐતિહાસિક, ભૌગોલિક અને સામાજિક કારણોને જોતા લેવામાં આવ્યો છે.

English summary
Telangana : Whom to credited success behind 68 years of struggle?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X