For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો : નરેન્દ્ર મોદીને સમર્થન આપવાના 10 કારણો

|
Google Oneindia Gujarati News

સમગ્ર દેશમાં આજે નરેન્દ્ર મોદીનો 64મો જન્મ દિવસ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. ભાજપ દ્વારા તાજેતરમાં નરેન્દ્ર મોદીને પાર્ટીના પીએમ પદના ઉમેદવાર ઘોષિત કરવામાં આવ્યા તે પછી દેશભરના નાગરિકોને નરેન્દ્ર મોદી પાસેથી ઘણી આશા છે. લોકોની તેમના પ્રત્યેની અપેક્ષાઓ પણ ખૂબ વધી ગઇ છે. લોકોને વિશ્વાસ છે કે જો નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બનશે તો દેશમાં ભ્રષ્ટાચાર ઘટશે, વિદેશ નીતિ સુધરશે, રોજગારની નવી તકો ઉભી થશે અને વિકાસની દિશામાં દેશ દોટ મૂકશે.

નરેન્દ્ર મોદીનું દ્રઢ વ્યક્તિત્વ અને તેમણે ગુજરાતમાં કરેલા વિકાસ કોર્યોને પગલે લોકોની વચ્ચે તેમની છબી વિકાસ પુરુષ તરીકે સ્થાપિત થઇ છે. દેશના અન્ય રાજ્યો અને ગુજરાતની તુલના કરવામાં આવે તો કાયદો વ્યવસ્થા, સાંપ્રદાયિક સૌહાર્દ વધ્યો છે. ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં એક પણ રમખાણ થયા નથી. જ્યારે બીજા રાજ્યોમાં કાયદો વ્યવસ્થાની સ્થિત આજે પણ પડકારરૂપ છે.

મોદી કેવી રીતે બન્યા આટલા લોકપ્રિય, આ રહ્યાં 5 કારણોમોદી કેવી રીતે બન્યા આટલા લોકપ્રિય, આ રહ્યાં 5 કારણો

આમ છતાં મોદી વિરોધીઓ અવારનવાર તેમની સામે પ્રશ્નો ઉભા કરે છે. આજે નરેન્દ્ર મોદીના જન્મદિવસે અમે આપને જણાવીશું કે શા માટે દેશની જનતાએ નરેન્દ્ર મોદીનું સમર્થન કરવું જોઇએ...

વિકાસ

વિકાસ

ફિલ્મ અભિનેત્રી વિદ્યા બાલને પોતાની ફિલ્મમાં એક ડાયલોગ બોલ્યો હતો કે ફિલ્મની સફળતા માટે માત્ર ત્રણ બાબતો જરૂરી છે, એન્ટરટેઇનમેન્ટ, એન્ટરટેઇનમેન્ટ અને એન્ટરટેઇનમેન્ટ. એવી જ રીતે નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં કરેલા દેખાવને આધારે કહી શકાય કે ચૂંટણી જીતવા માટે ત્રણ બાબતો જરૂરી છે. વિકાસ, વિકાસ અને વિકાસ. ભારતમાં પહેલીવાર ચૂંટણી વિકાસના મુદ્દે લડવામાં આવી રહી છે.

માળખાકીય સવલતોનો વિકાસ

માળખાકીય સવલતોનો વિકાસ

ગુજરાતના ભરૂચમાં રહેતા વનઇન્ડિયાના એમ્પ્લોઇ અનુજ પ્રજાપતિનું કહેવું છે કે મારે અવારનવાર વિવિધ રાજ્યોમાં જવાનું થતું રહે છે. જ્યાં મને વીજળીની સમસ્યા મોટી લાગે છે. ગુજરાતમાં વીજળીની સમસ્યા નથી. એક સમયે સૌરાષ્ટ્રમાં પાણીની વિકટ સમસ્યા હતા. આજે તે હળવી થઇ છે. દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ પણ જણાવી ચૂક્યા છે કે ગુજરાતમાં માળખાકીય સવલતોનો વિકાસ સારો થયો છે.

ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત

ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત

એક સમય હતો જ્યારે મંત્રીઓ ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહ્યા હતા. ગુજરાતમાં પોતાનો 4000 દિવસોનો કાર્યકાળ પૂરો કરનારા મોદી સામે ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા નથી. તેમના વિરોધીઓએ તેમના પર આરોપ લગાવ્યો છે કે તેમણે સસ્તા ભાવે જમીન ઉદ્યોગપતિઓને આપી છે. પણ તે સામે રાજ્યનો ઔદ્યોગિક વિકાસ તેજ બન્યો છે. જેના કારણે રોજગારીની તકો પણ વધી છે. બીજી તરફ જમીન વેચનારા ખેડૂતો પણ સમૃદ્ધ બન્યા છે

કાયદો વ્યવસ્થા

કાયદો વ્યવસ્થા

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ વધારે સારી છે. ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે. કોંગ્રેસના શાસનની સરખામણીએ અપરાધ ઓછા થયા છે.

મોદીનું વિઝન

મોદીનું વિઝન

નરેન્દ્ર મોદીનું વિઝન તેમને અન્ય નેતાઓથી અલગ બનાવે છે. મોદીએ ઐતિહાસિક ધરોહરોને વધારે લોકજન્ય બનાવી છે. તેમણે એશિયાનો સૌથી મોટો સોલર પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપ્યો છ.ે ગુજરાતમાં પબ્લિક ટ્રાન્સપોર્ટની સ્થિતિ પણ સારી છે.

સાંપ્રદાયિક સદભાવ

સાંપ્રદાયિક સદભાવ

કોંગ્રેસ અને મોદી વિરોધીઓ અવારનવાર કહેતા રહ્યા છે કે મોદીના ગુજરાતમાં સાંપ્રદાયિક સદભાવના નથી. પરંતું વર્ષ 2002 બાદના રેકોર્ડ જોવામાં આવે તો છેલ્લા 10 વર્ષમાં એક પણ સાંપ્રદાયિક હુલ્લડ થયું નથી.

પર્યટન

પર્યટન

છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં પર્યટનની સ્થિતિ સુધારવામાં આવી છે. કચ્છ જેવા રણ વિસ્તારને આજે પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે. અમિતાભ બચ્ચનને ગુજરાત પર્યટનના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે.

ગુજરાતની અસ્મિતા

ગુજરાતની અસ્મિતા

ગુજરાતની અસ્મિતામાં વધારો થયો છે. નરેન્દ્ર મોદીની સુશાસનને પગલે દેશની સાથે વિદેશોમાં પણ ગુજરાતીઓની શાખ વધી છે.

લોકપ્રિય નેતા

લોકપ્રિય નેતા

નરેન્દ્ર મોદી એક કુશળ વહીવટકર્તાની સાથે લોકપ્રિય રાજ નેતા છે. તેઓ સતત ત્રણ વાર ગુજરાતમાં ચૂંટણી જીત્યા છે એ તેમની લોકપ્રિયતા દર્શાવે છે.

નારાજગીનું કોઇ કારણ નથી

નારાજગીનું કોઇ કારણ નથી

જ્યારે વિકાસ અને લોકપ્રિયતાની વાત આવે ત્યારે નરેન્દ્ર મોદીનું નામ સૌથી ટોચ પર આવે છે. આગળના તમામ કારણો તેમનું સમર્થન શા માટે કરવું જોઇએ તે દર્શાવે છે. આ અનોખા કોમ્બિનેશન બાદ મોદી પ્રત્યે નારાજગી રાખવાનું કોઇ કારણ નથી.

વિકાસ
ફિલ્મ અભિનેત્રી વિદ્યા બાલને પોતાની ફિલ્મમાં એક ડાયલોગ બોલ્યો હતો કે ફિલ્મની સફળતા માટે માત્ર ત્રણ બાબતો જરૂરી છે, એન્ટરટેઇનમેન્ટ, એન્ટરટેઇનમેન્ટ અને એન્ટરટેઇનમેન્ટ. એવી જ રીતે નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં કરેલા દેખાવને આધારે કહી શકાય કે ચૂંટણી જીતવા માટે ત્રણ બાબતો જરૂરી છે. વિકાસ, વિકાસ અને વિકાસ. ભારતમાં પહેલીવાર ચૂંટણી વિકાસના મુદ્દે લડવામાં આવી રહી છે.

માળખાકીય સવલતોનો વિકાસ
ગુજરાતના ભરૂચમાં રહેતા વનઇન્ડિયાના એમ્પ્લોઇ અનુજ પ્રજાપતિનું કહેવું છે કે મારે અવારનવાર વિવિધ રાજ્યોમાં જવાનું થતું રહે છે. જ્યાં મને વીજળીની સમસ્યા મોટી લાગે છે. ગુજરાતમાં વીજળીની સમસ્યા નથી. એક સમયે સૌરાષ્ટ્રમાં પાણીની વિકટ સમસ્યા હતા. આજે તે હળવી થઇ છે. દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ પણ જણાવી ચૂક્યા છે કે ગુજરાતમાં માળખાકીય સવલતોનો વિકાસ સારો થયો છે.

ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત
એક સમય હતો જ્યારે મંત્રીઓ ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહ્યા હતા. ગુજરાતમાં પોતાનો 4000 દિવસોનો કાર્યકાળ પૂરો કરનારા મોદી સામે ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા નથી. તેમના વિરોધીઓએ તેમના પર આરોપ લગાવ્યો છે કે તેમણે સસ્તા ભાવે જમીન ઉદ્યોગપતિઓને આપી છે. પણ તે સામે રાજ્યનો ઔદ્યોગિક વિકાસ તેજ બન્યો છે. જેના કારણે રોજગારીની તકો પણ વધી છે. બીજી તરફ જમીન વેચનારા ખેડૂતો પણ સમૃદ્ધ બન્યા છે.

કાયદો વ્યવસ્થા
અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ વધારે સારી છે. ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે. કોંગ્રેસના શાસનની સરખામણીએ અપરાધ ઓછા થયા છે.

મોદીનું વિઝન
નરેન્દ્ર મોદીનું વિઝન તેમને અન્ય નેતાઓથી અલગ બનાવે છે. મોદીએ ઐતિહાસિક ધરોહરોને વધારે લોકજન્ય બનાવી છે. તેમણે એશિયાનો સૌથી મોટો સોલર પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપ્યો છ.ે ગુજરાતમાં પબ્લિક ટ્રાન્સપોર્ટની સ્થિતિ પણ સારી છે.

સાંપ્રદાયિક સદભાવ
કોંગ્રેસ અને મોદી વિરોધીઓ અવારનવાર કહેતા રહ્યા છે કે મોદીના ગુજરાતમાં સાંપ્રદાયિક સદભાવના નથી. પરંતું વર્ષ 2002 બાદના રેકોર્ડ જોવામાં આવે તો છેલ્લા 10 વર્ષમાં એક પણ સાંપ્રદાયિક હુલ્લડ થયું નથી.

પર્યટન
છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં પર્યટનની સ્થિતિ સુધારવામાં આવી છે. કચ્છ જેવા રણ વિસ્તારને આજે પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે. અમિતાભ બચ્ચનને ગુજરાત પર્યટનના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે.

ગુજરાતની અસ્મિતા
ગુજરાતની અસ્મિતામાં વધારો થયો છે. નરેન્દ્ર મોદીની સુશાસનને પગલે દેશની સાથે વિદેશોમાં પણ ગુજરાતીઓની શાખ વધી છે.

લોકપ્રિય નેતા
નરેન્દ્ર મોદી એક કુશળ વહીવટકર્તાની સાથે લોકપ્રિય રાજ નેતા છે. તેઓ સતત ત્રણ વાર ગુજરાતમાં ચૂંટણી જીત્યા છે એ તેમની લોકપ્રિયતા દર્શાવે છે.

નારાજગીનું કોઇ કારણ નથી
જ્યારે વિકાસ અને લોકપ્રિયતાની વાત આવે ત્યારે નરેન્દ્ર મોદીનું નામ સૌથી ટોચ પર આવે છે. આગળના તમામ કારણો તેમનું સમર્થન શા માટે કરવું જોઇએ તે દર્શાવે છે. આ અનોખા કોમ્બિનેશન બાદ મોદી પ્રત્યે નારાજગી રાખવાનું કોઇ કારણ નથી.

English summary
Ten reasons to vote for Narendra Modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X