For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શખ્સ ભાડું ના ચૂકવી શકતાં મકાનમાલિકે ફાયરિંગ કર્યું, Video વાયરલ

ભાડુત મકાન ભાડું ના ચૂકવી શકતાં મકાન માલિકે ફાયરિંગ કર્યું, Video વાયરલ

|
Google Oneindia Gujarati News

બેંગલોરઃ કોરોના વાયરસ મહામારીને પગલે ગરીબથી લઇ બિઝનેસ ક્લાસ સુધીના બધા જ લોકોને આર્થિક અસર થઇ છે, લોકોના કામ ધંધા બંધ થઇ ગયા છે, લૉકડાઉનને પગલે ખાવાના પણ લાલા હતા ત્યારે ઘણા લોકો ભાડૂં ચૂકવી શકે તેવી પરિસ્થિતિમાં ના હોય તે પણ સમજી જ શકાય છે. સરકાર પણ કેટલીયવાર અપીલ કરી ચૂકી હતી કે થોડા સમય માટે તમે ભાડું ઉઘરાવવા માટે દબાણ ના કરશો, તેમ છતાં કેટલાક લોકો એટલી નફ્ફટાઇ સુધી પહોંચી જાય છે કે તમે પણ વિચારતા થઇ જશો કે શું આ દુનિયામાંથી માણસાઇ મરી ગઇ છે?

firing

ઘટના કર્ણાટકના બેલગામ જિલ્લાની છે જ્યાં ભાડુત મકાનભાડું આપવામાં નિષ્ફળ રહેતાં મકાનમાલિકને ગુસ્સો આવી ગયો હતો અને તેણે હવામાં ફાયરિંગ કરી દીધું. ઘટના બેલગામ જિલ્લાના ચિક્કોડી વિસ્તારની જણાવવામાં આવી રહી છે. ફાયરિંગ કરનાર મકાન માલિકની પોલીસે ધરપકડ કરી લીધી છે. ફાયરિંગ કરનાર આ શખ્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો છે, જેમાં સફેદ કપડાં પહેરીને શખ્સ ફાયરિંગ કરતો જોવા મળી શકે છે.

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને કારણે ચાલી રહેલ લૉકડાઉનમાં કેટલાય લોકો અસરગ્રસ્ત થયા છે. દેશમા કોરોનાની સંખ્યા પણ સતત વધી રહી છે. હાલ દેશમાં સંક્રમિતોની સંખ્યા 3 લાખ 32 હજારને પાર પહોંચી ચૂકી છે. કર્ણાટક રાજ્યની વાત કરીએ તો અહીં કોરોનાના 7 હજાર કેસ સામે આ્યા છે, રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 2959 છે.

દોઢ મહિનામાં 15 સ્ટાર્સના મોતથી બૉલીવુડ સ્તબ્ધદોઢ મહિનામાં 15 સ્ટાર્સના મોતથી બૉલીવુડ સ્તબ્ધ

English summary
tenant couldn't pay rent, aggressive landlord fired shots, video went viral
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X