સીમા પર તણાવ, લશ્કરના વડા પૂંચની મુલાકાત લઇ વધારશે ઉત્સાહ

સેનાના અધિકારીઓના જણાવ્યા અનુસાર સૈન્ય અભિયાનોના મહાનિર્દેશક લેફ્ટનન્ટ જનરલ વિનોદ ભાટિયા પાકિસ્તાનમાં પોતાના સમકક્ષ મેજર જનરલ અશ્ફાક નદીમ સાથે આ મુદ્દે વાતચીત કરશે. જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખાની બીજી તરફ કરવામાં આવેલા હુમલામાં પાંચ ભારતીય સૈનિકોને મારવાનો મુદ્દો ઉઠાવવામાં આવશે.
તેમણે જણાવ્યું કે આ ઘટના બાદ વડાપ્રધાન મનમોહન સિંહે સંરક્ષણ પ્રધાન એ કે એન્ટની સાથે વાત કરી હતી. સેનાના પ્રમુખે સવારે સંરક્ષણ પ્રધાનને ઘટના અંગે માહિતી આપી હતી. સેનાના અધિકારીઓએ જણાવ્યું કે સેના પ્રમુખ રાજોરીમાં ડિવિઝડ હેડ ક્વાર્ટરની મુલાકાત લેશે.
અહીં તેઓ તેમના કમાન્ડિંગ ઓફિસર અન તેમના યુનિટના જવાનોને મળશે એમ માનવામાં આવે છે. આ ટીમના જવાનો પાકિસ્તાન સામેની કાર્યવાહીમાં શહીદ થયા છે. જે પાંચ જવાનો શહીદ થયા તેમાંથી ચાર જવાનો 21મી બિહાર રેજિમેન્ટ સાથે જ્યારે એક મરાઠા લાઇટ ઇન્ફેન્ટ્રી બટાલિયનનો હતો.












Click it and Unblock the Notifications
