રાજસ્થાનમાં ભયાનક કાર અકસ્માત, પાંચના મોત

રાજસ્થાનના સીકર જિલ્લામાં રિંગસ નજીક શનિવારના રોજ મોડી સાંજે એક અનિયંત્રિત કાર રસ્તાની નીચે પડી ગઈ હતી. જેના કારણે કારમાં સવાર પાંચ લોકોના મોત થયા હતા, જ્યારે કારમાં એક મુસાફર ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે.

સીકર : રાજસ્થાનના સીકર જિલ્લામાં રિંગસ નજીક શનિવારના રોજ મોડી સાંજે એક અનિયંત્રિત કાર રસ્તાની નીચે પડી ગઈ હતી. જેના કારણે કારમાં સવાર પાંચ લોકોના મોત થયા હતા, જ્યારે કારમાં એક મુસાફર ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અકસ્માતમાં માર્યા ગયેલા કેટલાક લોકોની ઓળખ પોલીસ દ્વારા કરવામાં આવી છે, જ્યારે બાકીની પોલીસ તેમને ઓળખવાનો પ્રયાસ કરી રહી છે.

accident

યુવકો સીકરથી જયપુર રોડ તરફ જઈ રહ્યા હતા

રાજસ્થાનના સીકર જિલ્લામાં નેશનલ હાઇવે નંબર 52 પર ઠીકરિયા પાસે શનિવારની સાંજે એક કાર ડિવાઇડર સાથે અથડાઇ હતી અને એક પુલ નીચે પડી હતી. મળતી માહિતી મુજબ કારમાં સવાર યુવકો સીકરથી જયપુર રોડ તરફ જઈ રહ્યા હતા. કાર ડિવાઇડર સાથે અથડાયા બાદ જોરદાર વિસ્ફોટ થયો હતો. અવાજ સાંભળીને ઘણા લોકો સ્થળ પર એકઠા થયા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક કારમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો.

આ અકસ્માતમાં પાંચ યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા

અકસ્માત એટલો ગંભીર હતો કે, કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જેમાં પાંચેય મૃતદેહો સંપૂર્ણપણે ફસાયેલા હતા. તેમને ભારે મુશ્કેલીથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં પાંચ યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એક ઘાયલ થયો હતો.

અકસ્માત અંગે સ્થાનિક લોકોએ રિંગસ પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પાંચેય મૃતકોને એમ્બ્યુલન્સની મદદથી રિંગસ કોમ્યુનિટી મેડિકલ સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટર્સે તેને જોતા જ મૃત જાહેર કર્યો હતો. મૃતદેહોને જિલ્લા હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X