ટેરર ફંડિંગ કેસ: શ્રીનગર અને દિલ્હીમાં 16 ઠેકાણે NIAના દરોડા

Written By:
Subscribe to Oneindia News

ટેરર ફંડિંગ કેસમાં મોટી કાર્યવાહી કરતાં એનઆઇએ દ્વારા બુધવારે 16 સ્થાને દરોડા પાડવામાં આવ્યા હતા. એનઆઇએ દ્વારા જમ્મુ-કાશ્મીર અને શ્રીનગરમાં 11 તથા દિલ્હીમાં 5 ઠેકાણે દરોડા પાડ્યા હતા. આ મામલે બીજા તબક્કાની તપાસ બાદ દસ્તાવેજો શોધવા માટે એનઆઇએ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યાં છે. આ પહેલાં શુક્રવારે જ એનઆઇએ દ્વારા કાશ્મીરના એક ફોટો જર્નાલિસ્ટની સેના પર પથ્થરમારો કરવાના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.

terror funding case

એનઆઇએ દ્વારા શુક્રવારે પત્રકાર કામરામ યૂસુફ અને જાવેદ ભટ્ટની કુલગામ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. પથ્થરમારાની ઘટનામાં આ બંનેની સંડોવણી હોવાનો એનઆઇએનો આરોપ છે. એનઆઇએના અધિકારીઓ દ્વારા પથ્થરમારામાં ભાગ લેવા ઉપરાંત યૂસુફ એ ઘટનાની તસવીરો લઇ સ્થાનિક અને રાષ્ટ્રીય સમાચાર પત્રોને આપતો હતો અને સોશિયલ મીડિયા અને ચેટ ગ્રૂપમાં પણ આ તસવીરો શેર કરતો હતો. કાશ્મીર ઘાટીમાં પથ્થરમારા અને વિરોધ પ્રદર્શન કરનાર 117 સંદિગ્ધ લોકોની ઓળખ કરવામાં આવી હતી, જેઓ આવી ઘટનાઓને પ્રોત્સાહન આપવા માટે 70 વોટ્સએપ ગ્રૂપનો ઉપયોગ કરતા હતા. તપાસ એજન્સિની આ રિપોર્ટને આધારે જ આ બંને લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

English summary
Terror funding case: NIA raids at 16 locations in Srinagar and 5 in Delhi.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.