ખુલાસો: હવે ભારતીય મહિલાઓ પર ISISની નજર, હની ટ્રેપ માટે કરશે રિક્રૂટ


પૂછપરછમાં મહિલાઓએ જણાવ્યું કે અમે એક લાંબી લડાઇમાં સહાયતા કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. અમને અલગ-અલગ કામ આપવામાં આવ્યા છે. મહિલાએ જણાવ્યું કે અમને સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા હતા કે અમારે સૈનિકો માટે ભોજન બનાવવાનું છે. આ ઉપરાંત અમને એ વાતની પણ છૂટ આપવામાં આવી હતી કે જો અમારે આતંકની આ લડાઇનો ભાગ બનવા માગે તો હની ટ્રેપ તરીકે કામ કરી શકે છે. વનઇન્ડિયા સાથેની વાતચીત દરમિયાન મહિલાએ જણાવ્યું કે જ્યારે અમે ઇરાક પહોંચ્ય તો અમને એક ટ્રેનિંગ કોર્ષની પણ ઓફર કરવામાં આવી હતી. આ કોર્ષમાં સૂચના એકત્ર કરવાની ખાસ કળા શીખવાડવામાં આવી.

જે મહિલાઓએ પોતાના મિત્રો(મોટા ભાગના પુરુષો હતા)ની સાથે હૈદરાબાદ છોડ્યું હતું તેમણે પોલીસને જણાવ્યું કે આઇએસઆઇએસમાં સામેલ થવાનું તેમનો ઉદ્દેશ્ય પોતાના મિત્રોની સહાયદા કરવાનો છે. મહિલાએ જણાવ્યું કે અમે એ જાણતા હતા કે તે ખૂબ જ મુશ્કેલ છે પરંતુ અમે અમારા મિત્રોની સહાયતા કરવા અને તેમને પરત લાવવા ઇચ્છીએ છીએ. મહિલાઓએ પોલીસને જણાવ્યું કે આઇએસઆઇએસ ભારતમાં મહિલાઓની એક ખતરનાખ ફોઝ ઊભી કરવા માગે છે. પૂછપરછ બાદ એનઆઇએને જે જાણકારી એકત્ર થઇ છે તેનાથી સ્પષ્ટ થાય છે કે આઇએસઆઇએસ સંપૂર્ણ રીતે યુદ્ધ માટે તૈયાર છે.

આઇએસઆઇએસ મહિલાઓને ભોજન બનાવવા, નર્સનું કામ કરવા અને જે સૈનિક યુદ્ધ બાદ કેમ્પમાં આવે છે તેના તમામ કામ કરવા માટે ભર્તી કરવા માગે છે. આ ઉપરાંત આઇએસઆઇએસનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે તે એ છે કે તેઓ દુશ્મનોની પાસે આ મહિલાઓને મોકલીને (હની ટ્રેપ) જરૂરી જાણકારી એકત્ર કરાવી શકે. જોકે આ આઇએસઆઇએસના નો વુમન પોલીસીના બિલકૂલ વિપરીત છે. જે પણ હોય તે, પરંતુ હવે આઇએસઆઇએસે પોતાના પૂર્વના સિદ્ધાંતોની વિરુદ્ધ જઇને મહિલાઓને તપાસવાની શરૂઆત કરી દીધી છે.












Click it and Unblock the Notifications
