જમ્મુના કઠુઆમાં પોલીસ મથક પર આતંકી હુમલો, 5ના મોત

મૃતકોમાં ચાર પોલીસકર્મીઓ છે. ભાગી રહેલા આતંકવાદીઓએ સાંબામાં સેનાના પિકેટ પર પણ હુમલો કર્યો હતો. સેના અને આંતકવાદીઓ વચ્ચે જોરદાર ફાયરિંગ જારી છે. હુમલાને પાકિસ્તાન સાથે થઇ રહેલી શાંતિ પ્રક્રિયાને નાકામ કરવાની આતંકવાદીઓની એક રણનીતિ તરીકે જોવામાં આવી રહ્યો છે.
ગુરુવારે સવારે અંદાજે 6.45 વાગ્યે સેનાની વર્દી પહેરીને આવેલા કેટલાક આતંકવાદીઓ જમ્મુના કઠુઆ જિલ્લાના હીરાનગર પોલીસ મથક બહાર પહોંચ્યા. મથકના અધિકારીઓ કંઇ સમજે તે પહેલાં જ આતંકવાદીઓએ તેમના પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધુ. સમાચાર છે કે, હુમલામાં સ્થળ પર જ ચાર લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે અનેકને ઇજા પહોંચી છે. હુમલો કર્યા બાદ થોડીકવારમાં આતંકવાદીઓ ટ્રક લઇને ફરાર થઇ ગયા.
આ હુમલા બાદ આખા જમ્મુ અને કાશ્મિરમાં હાઇ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. કઠુઆ જિલ્લાને જોડનારા રસ્તાઓને સીલ કરી દેવામાં આવ્યા છે. સેના દ્વારા ચુસ્ત છાપેમારી કરવામાં આવી રહી છે. હજુ સુધી આતંકવાદીઓની ભાળ મળી શકી નથી.












Click it and Unblock the Notifications
