જમ્મુમાં આતંકી હુમલો, શા માટે જંગલોટને કરાય છે ટાર્ગેટ?

જમ્મુ, 28 માર્ચઃ કઠુઆ પાસે શુક્રવારે સવારે એક આતંકી હુમલામાં આતંકવાદીઓએ સ્થાનિક લોકો પર ગોળીબાર શરૂ કરી દીધો. આ હુમલામાં અત્યારસુધી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને બે આતંકવાદીઓને ઠાર મરાયા છે, જ્યારે ત્રણ લોકોને ઇજા પહોંચી છે. માહિતી અનુસાર પોલીસ સવારે પાંચ વાગ્યાથી જ આતંકવાદીઓની શોધ ચલાવી રહી છે અને વિસ્તારમાં અથડામણ જારી છે.

terror-attack
આતંકવાદીએ એક બોલેરો કારમાં જમ્મુ-પઠાણકોટ હાઇવે પર રોકાયા હતા અને એ જ સમયે તેમણે ગોળીબાર શરૂ કરી દીધો. પોલીસ માહિતી અનુસાર અહીં આતંકવાદીઓ ભાગવામાં સફળ રહ્યાં હતા જંગલોટમાં આર્મી કેમ્પની પાછળ છૂપવામાં સફળ રહ્યાં છે. હાલ આર્મીએ આ વિસ્તારની ઘેરાબંદી કરી લીધી છે અને હેલિકોપ્ટર થકી આ આતંકવાદીઓની શોધ ચલાવવામાં આવી રહી છે. તાજા અપટેડ એ પ્રકારે છે કે કઠુઆના જંગલોટ વિસ્તારમાં આતંકવાદીઓ અને સેના વચ્ચે ગોળીબાર થઇ રહ્યો છે.

જંગલોટને કેમ બનાવવામાં આવે છે નિશાન
આતંકવાદીઓએ જંગલોટને જ એટલા માટે નિશાન બનાવ્યુ છે, કારણ કે અહીં ભારતીય સેનાની આર્ટિલરી રોકેટ રેજીમેન્ટનો કેમ્પ છે. હાઇવે પાસે સ્થિત આ કેમ્પમાં મોટી માત્રામાં આર્ટિલરી ગન, ગોળા, બારૂદ, આર્ટિલરી તોપ અને રોકેટ લોન્ચર ઉપરાંત 700 સૈનિક છે. આતંકવાદીઓએ હાઇવે પર ઝડપી વાહનમાં આવીને કેમ્પ પર ગ્રેનેડથી હુમલો કર્યો. વિસ્તારમાં એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. જમ્મુ-પંજાબ બોર્ડરને સંપૂર્ણ પણે સીલ કરી દેવામાં આવી છે અને ત્યાં મોટી માત્રામાં સુરક્ષાદળોને તૈનાત કરવામાં આવ્યા છે. સાથે જ કઠુઆ, સંબા અને જમ્મુમાં હાઇ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે.

શોહદા બ્રિગેડ અથવા લશ્કર?
માહિતી અનુસાર શોહદા બ્રિગેડ નામના આતંકવાદી સંગઠનનો આ હુમલો છે, કારણ કે આ પહેલા 2013માં થયેલા આતંકવાદી હુમલાની જવાબદારી આ સંગઠને લીધી હતી. જો કે, સેના તેની પાછળ લશ્કર એ તૈયબાનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરી રહી છે.

ખાસ વાત એ છે કે આ વિસ્તાર હીરાનગર પાસે છે, જ્યાં બુધવારે નરેન્દ્ર મોદીની રેલી થઇ હતી. કઠુઆ સંસદીય ક્ષેત્ર ઉધમપુર હેઠળ આવે છે જ્યાં કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી ગુલામ નબી આઝાદ ચૂંટણી લડવાની તૈયારી કરી ચૂક્યા છે. પોલીસ અનુસાર આતંકવાદી દેશના અનેક ભાગોમાં છૂપાઇ ગયા છે અને લોકસભા ચૂંટણી દરમિયાન અનેક મોટી આતંકવાદી ઘટનાઓને અંજામ આપવાનો પ્રયાસ કરી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X