For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાશ્મીરઃ કુલગામમાં સેનાની ROP પર આતંકી હુમલો, 4 જવાન ઘાયલ

બુધવારે સવારે પણ કુલગામ(Kulgam) જિલ્લામાં આતંકીઓએ સેનાની એક ટૂકડી પર હુમલો કર્યો જેમાં ચાર જવાન ઘાયલ થઈ ગયા છે.

|
Google Oneindia Gujarati News

Kashmir Hindi News: આતંકીઓના સફાયા માટે કાશ્મીર ઘાટીમાં સેનાનુ ઑપરેશન ચાલી રહ્યુ છે. ગયા વર્ષે ત્યાં ઘણો મોટા કમાંડર માર્યા ગયા હતા ત્યારબાદથી આતંકી સંગઠનો અકળાયેલા છે. સામ-સામેની લડાઈમાં હાર્યા બાદ હવે આતંકીઓ છૂપાઈને સુરક્ષાબળોને નિશાન બનાવી રહ્યા છે. બુધવારે સવારે પણ કુલગામ(Kulgam) જિલ્લામાં આતંકીઓએ સેનીની એક ટૂકડી પર હુમલો કર્યો જેમાં ચાર જવાન ઘાયલ જણાવવામાં આવી રહ્યા છે. જો કે આતંકીઓની શોધમાં સેનાએ આખા વિસ્તારને ઘેરીને સર્ચ ઑપરેશન શરૂ કરી દીધુ છે.

kashmir

માહિતી મુજબ દક્ષિણ કાશ્મીર(South Kashmir)ના કુલગામ જિલ્લામાં હાઈવે પર સેનાની રોડ ઓપનિંગ પાર્ટી પોતાના કામમાં લાગેલી હતી. આ દરમિયા શમ્સીપોરા(Shamsipora)વિસ્તારમાં આતંકીઓએ તેમના પર ગ્રેનેડથી હુમલો કર્યો. જેમાં ચાર જવાન ઘાયલ થઈ ગયા. ઘટનાની તરત બાદ જવાનોએ પણ મોરચો સંભાળ્યો પરંતુ ત્યાં સુધી આતંકી ત્યાંથી ભાગી નીકળ્યા હતા. ત્યારબાદ સેના, સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલિસની ટીમોએ આખા વિસ્તારને ઘેરીને આતંકીઓની શોધ શરૂ કરી દીધી છે. વળી, ઘાયલ જવાનોને સેનાએ 92 બેઝ હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે.

ઘાટીમાં બચ્યા 217 આતંકી

સેનાના એક રિપોર્ટ મુજબ 2020માં આતંકવાદીઓની ભરતી ઘણી હદ સુધી નિયંત્રણમાં હતી. ખાસ કરીને 2018ની સરખામણીમાં. વર્તમાન સમયમાં ઘાટીમાં સક્રિય આતંકીઓની સંખ્યા લગભગ 217 છે કે જે છેલ્લા એક દશકમાં સૌથી ઓછી છે. વળી, પડોશી દેશ પાકિસ્તાન ડ્રોન અને સુરંગો દ્વારા ડ્રગ્ઝ અને હથિયાર મોકલવાની ફિરાકમાં રહે છે. આના માટે સેના તરફથી અંડરગ્રાઉન્ડ રડાર સહિત ઘણા હાઈટેક ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

Farmers Protest: ખેડૂત નેતાઓએ કર્યુ એલાન - હવે બજેટવાળા દિવસે સંસદ તરફ કરશે કૂચFarmers Protest: ખેડૂત નેતાઓએ કર્યુ એલાન - હવે બજેટવાળા દિવસે સંસદ તરફ કરશે કૂચ

English summary
Terrorist attack on patrol party in South Kashmir Kulgam Shamsipora area.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X