For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય યુવતીઓને પોતાના પ્રેમમાં ફના કરવા આવ્યા છે આતંકીઓ!

|
Google Oneindia Gujarati News

કોલકાતા, 26 ઓક્ટોબર: આમિર ખાનની ફિલ્મ ફના તો આપને સારી રીતે યાદ હશે. જેમાં રેહાન નામનો આતંકવાદી જૂની નામની કાશ્મીરી યુવતીને પોતાના પ્રેમના જાળમાં ફસાવી દઇને તેની સાથે લગ્ન કરી લે છે અને બાદમાં પોતાના નાપાક ઇરાદાઓને અંજામ આપે છે. જૂની તો નેત્રહીન હતી, પરંતુ આપ તો નથી ને? જો આવો કોઇ શખ્સ જેના ઘર પરિવારનું કોઇ ઠામ-ઠેકાણું ના હોય તો તેની સાથે પ્રેમમાં આપ પડી ગઇ હોય તો સાવધાન થઇ જાવ. તે આતંકવાદી પણ હોઇ શકે છે. હા જો એનઆઇએના હાથે લાગેલી જાણકારી સાચી છે, તો તમામ આતંકવાદી ભારતીય યુવતીઓને પોતાના પ્રેમજાળમાં ફસાવીને ફના કરવાની તૈયારીમાં છે. જેથી અત્રે રહેવા માટે તેમને સુરક્ષિત સ્થાન મળી જાય.

બાંગ્લાદેશના માર્ગે ભારતની અંદર આતંકવાદનું ઇંજેક્શન લઇને આવી રહેલા સંગઠન જમાત-ઉલ-મુઝાહિદ્દીને આતંકવાદી હુમલાઓને અંજામ આપવા માટે આવા પ્રકારનું કંઇ પ્લાનિંગ કર્યું છે. આ પ્લાનિંગ હેઠળ આતંકવાદી ભારતીય મહિલાઓને પોતાના પ્રેમમાં ફસાવીને તેમની સાથે લગ્ન કરવાની ફીરાકમાં છે. જો આપ એવી વ્યક્તિના પ્રેમાં પડી ગઇ હોવ જેના પરિવારનું કોઇ સરનામું નથી તો તે વ્યક્તિ આતંકવાદી પણ હોઇ શકે છે.

love jihad
આવી કેટલીંક બાબતોના સંકેત રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ)ને બાંગ્લાદેશી સંગઠન જમાત-ઉલ-મુઝાહિદ્દીનના મુફજ્જલ અને તેમના અન્ય સાથીઓ સાથે પૂછપરછ કરવા દરમિયાન માલૂમ પડી છે. એનાઇએના એક અધિકારી અનુસાર તમામ આતંકવાદી ભારતમાં પોતાની સુરક્ષિત જગ્યાનો બંદોબસ્ત કરવા માટે ભોળી યુવતીઓને પ્રેમજાળમાં ફસાવવાની ફિરાકમાં છે. જોકે આ કામ એક બે દિવસનું નથી, બલકે લાંબા સમય સુધી ચાલનારી આતંકી ષડયંત્ર છે.

એનઆઇએના અધિકારીઓ અનુસાર આતંકીઓનો એક મોટો સમૂહ ભારત-બાંગ્લાદેશના સંબંધોમાં ખલેલ પહોંચાડી શકે છે. જે અંતર્ગત માલદા, મુશીરાબાદ અને નાદિયામાં ઘણા મોડ્યૂલ સક્રિય થઇ ગયા છે. બાંગ્લાદેશના માર્ગે આવનારા આ આતંકવાદીઓ સૌથી પહેલા અત્રે પ્રેમલગ્ન કરીને ઘર વસાવવાની તૈયારીમાં છે. આની શરૂઆત કોલકાતાથી કરવામાં આવશે. આતંકવાદી એવા ઘરોની પસંદગી કરી શકે છે, જેમની સમાજમાં ખાસી ઇજ્જત હોય. જેથી કોઇ તેમની પર શક ના કરી શકે. એટલું જ નહીં ભોળા ભારતીય પરિવારોને પણ તેઓ પોતાના જાળમાં ફસાવી શકે છે.

English summary
Another modus operandi of the Jamaat-ul-Mujahideen Bangladesh that has come to light is that they were planning on settling down in India with a view of making West Bengal it's permanent headquarters.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X