For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓએ પોલીસકર્મીઓના સંબંધીઓનું અપહરણ કર્યું

જમ્મુ કાશ્મીરમાં જે રીતે સેના અને પોલીસ સતત આતંકીઓનું એન્કાઉન્ટર કરી રહી છે અને આતંકીઓ વિરુદ્ધ સખત પગલાં લઇ રહી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરમાં જે રીતે સેના અને પોલીસ સતત આતંકીઓનું એન્કાઉન્ટર કરી રહી છે અને આતંકીઓ વિરુદ્ધ સખત પગલાં લઇ રહી છે. તેનાથી ગુસ્સે ભરાયેલા આતંકીઓ ઘ્વારા પોલીસકર્મીઓના સંબંધીઓનું અપહરણ કરી લેવામાં આવ્યું છે. આતંકીઓ ઘ્વારા ગુરુવારે રાત્રે દક્ષિણ કાશ્મીરની ઘણી જગ્યાઓ પર હુમલો કરવામાં આવ્યો અને પોલીસકર્મીઓના સંબંધીઓનું અપહરણ કરી લેવામાં આવ્યું. ધ્યાન આપવા જેવી બાબત છે કે આતંકીઓની આ શર્મનાક હરકત ત્યારે સામે આવી છે, જયારે એનઆઈએ ઘ્વારા આતંકવાદી સૈયદ સલાઉદ્દીનના બીજા દીકરાની ધરપકડ કરી લેવામાં આવી.

jammu kashmir

પરંતુ આ ઘટના વિશે હજુ સુધી પોલીસ તરફથી કોઈ પણ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું નથી. તેમને જણાવ્યું કે તેઓ આ મામલે વધારે માહિતી મેળવી રહ્યા છે. સૂત્રો અનુસાર ઓછામાં ઓછા પાંચ પોલીસકર્મીઓના સંબંધીઓને આતંકીઓ ઘ્વારા બંધક બનાવવામાં આવ્યા છે. આ લોકોનું શોપિયાં, અનંતનાગ, કુલગામ અને અવંતીપોરાથી અપહરણ કરવામાં આવ્યું છે. જે લોકોનું અપહરણ કરવામાં આવ્યું છે તેમાં ડીએસપીના ભાઈ પણ શામિલ છે.

આ ઘટના સામે આવ્યા પછી પ્રશાશન ઘ્વારા આખા દક્ષિણ કાશ્મીરમાં હાઇએલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. પ્રશાશન ઘ્વારા બંધક લોકોની શોધ કરવા માટે સર્ચ ઓપરેશન ચાલુ કરી દેવામાં આવ્યું છે અને બધી જ જગ્યાઓ પર છાપામારી કરવામાં આવી રહી છે, જેથી બંધક બનાવેલા લોકોને છોડાવી શકાય. રિપોર્ટ અનુસાર ઉપલા અધિકારીઓ ઘ્વારા એક ઉચ્ચ સ્તરની બેઠક કરવામાં આવી છે. જેમાં બંધકોને છોડાવવાની યોજના બનાવવામાં આવી છે.

English summary
Terrorists abducted many kins of policemen in Jammu Kashmir high alert massive search operation underway.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X