• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Speed News: શાબિર અલી ભાજપમાં જોડાશે

By Kumar Dushyant
|

ગાંધીનગર: દેશ, વિદેશ, બિઝનેસ, રમત-ગમત, મનોરંજન જગતમા સમાચાર હવે જગ્યાએ વાંચવા મળશે. અને તે પણ તમારી પ્રાદેશિક ભાષા ગુજરાતીમાં. વનઇન્ડિયા ગુજરાતી 7 ભાષાઓમાં સમાચારો પુરા પાડી રહ્યું છે. વધુ અપડેટ મેળવવા માટે ના Facebook પેજ સાથે જોડાવ.

તમે અમને ટ્વિટર પેજ પર પણ ફોલો કરી શકો છો. gujarationeindiaના મોબાઇલ વર્જન માટે લોગઓન કરો oneindia.in/gujarati/ પર. હવે gujarationeindiaના સમાચારોને મોબાઇલ પર પણ વાંચો તેના માટે મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો. બિલકુલ મફત!

બ્રેકીંગ ન્યુઝ અને દિવસ દરમિયાન બનતી ઘટનાઓના સમચાર માટે સ્લાઇડર પર ક્લિક કરતા જાવ.

શાબિર અલી ભાજપમાં જોડાશે

શાબિર અલી ભાજપમાં જોડાશે

નરેન્દ્ર મોદીના વખાણ કરવા બદલ જેડીયૂમાંથી હાંકી કઢાયેલા શાબિર અલી ભાજપમાં જોડાશે.

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર: પૂર્વ IPS ઓફિસરને મળ્યા જામીન

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર: પૂર્વ IPS ઓફિસરને મળ્યા જામીન

ગાંધીનગર: સુપ્રીમ કોર્ટે સોહરાબુદ્દીન શેખ અને તેની પત્ની કૌસર બીની બનાવટી એન્કાઉન્ટરમાં હત્યાના કેસમાં ધરપકડ કરેલા ગુજરાત કેડરના સસ્પેંડેડ વરિષ્ઠ આઇપીએસ અધિકારે રાજકુમાર પાંડિયનને આજે જામીન આપ્યા છે. મુખ્ય ન્યાયાધીશ પી. સદાશિવમ, ન્યાયમૂર્તિ રંજન ગોગાઇ અને ન્યાયમૂર્તિ એનવી રમનાની પીઠે રાજકુમાર પાંડિયનને રાહત આપી છે.

ગ્વાલિયર નજીક સુપર હરક્યૂલિસ વિમાન દુર્ઘટનાગ્રસ્ત

ગ્વાલિયર નજીક સુપર હરક્યૂલિસ વિમાન દુર્ઘટનાગ્રસ્ત

નવી દિલ્હી: ભારતીય વાયુસેનાનું એક માલવાહક વિમાન સી- 130J સુપર હરક્યૂલિસ વિમાન અકસ્માતનો ભોગ બન્યું છે. મધ્ય પ્રદેશના ગ્વાલિયર નજીકની પસાર થઇ રહેલા સુપર હરક્યૂલિસ પ્લેન ક્રેશ થયું હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. આ ગ્વાલિયરથી 72 કિલોમીટર દૂર ક્રેશ થયું છે. આ અકસ્માત મધ્ય પ્રદેશ-રાજસ્થાન નજીક બોર્ડર પર થયો છે. અકસ્માત કરૌલીના નીમચ ગામમાં થયો છે. જેમાં પાયલોટ સહિત પાંચના મોત નિપજ્યા છે. વાયુસેનાના બે હેલિકોપ્ટર ક્રેશ સાઇટ માટે રવાના થઇ ગયા છે.

રક્ષા જનસંપર્ક અધિકારીએ જયપુરમાં જણાવ્યું હતું કે સુપર હરક્યૂલિસ વિશેષ અભિયાન વિમાનમાં બે વિંગ કમાન્ડર, બે સ્ક્વાડ્રન લીડર અને ચાલક દળના એક અન્ય સભ્યનું મોત નિપજ્યું છે.

ભારતીય વાયુ સેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે 'એક સી- 130 જે વિમાન મથકથી 115 કિલોમીટર પશ્વિમમાં દુર્ઘટનાગ્રસ્ત થયું છે. વિમાને આગરાથી નિયમિત ટ્રેનિંગ મિશન હેઠળ સવારે 10 વાગે ઉડાણ ભરી હતી. ઘટના તપાસ માટે કોર્ટ ઑફ ઇન્કવાયરીના આદેશ આપવામાં આવ્યા છે.

'આજના રાવણ' છે એન શ્રીનિવાસન: લલિત મોદી

'આજના રાવણ' છે એન શ્રીનિવાસન: લલિત મોદી

નવી દિલ્હી: ભ્રષ્ટાચારના આરોપોના લીધે આઇપીએલ કમિશ્નર પદથી હટાવવામાં આવેલા લલિત મોદીએ બીસીઆઇ અધ્યક્ષ એન શ્રીનિવાસનને 'આધુનિક યુગના રાવણ અને દૈત્ય' કહ્યાં છે. તેમણે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર લખ્યું છે કે સુપ્રીમ કોર્ટનો ચૂકાદો શ્રીનિવાસન માટે એક મોટો ઝટકો છે. લલિત મોદીએ શ્રીનિવાસનને એક એવા વ્યક્તિના રૂપમાં ગણાવ્યા હતા, જેને રમત સંઘના ઉચ્ચ પદો પર પોતાની જગ્યા નિશ્વિત કરી લીધી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે પોતાના ચૂકાદામાં કહ્યું છે કે સ્પૉટ ફિક્સિંગ સ્કેંડલની યોગ્ય તપાસ માટે જરૂરી છે કે શ્રીનિવાસન પોતાના પદેથી રાજીનામું આપે. જો તે આમ નહી કરે તો કોર્ટ પોતાનો ચૂકાદો સંભળાવશે. શ્રી નિવાસન વિરૂદ્ધ હંમેશા જ સખત વલણ અપનાવનાર લલિત મોદીએ કોમેન્ટ કરી છે કે મને આશા છે કે હવે બીસીસીઆઇના મારા સાથી 'આજના રાવણ' અને 'દૈત્ય'થી છુટકારો મેળવી શકશે.

સીકરમાં આઇએમ મોડ્યૂલનો પર્દાફાશ, 5ની ધરપકડ

સીકરમાં આઇએમ મોડ્યૂલનો પર્દાફાશ, 5ની ધરપકડ

જયપુર: રાજસ્થાન એટીએસ ઇન્ડિયન મુજાહિદ્દીન (આઇએમ)ના પ્રદેશમાં જયપુર, જોધપુર બાદ ત્રીજા મોડ્યૂલનો સીકરમાં પર્દાફાશ કર્યો છે. અહી ગુરૂવારે રાત્રે ત્રણ વિદ્યાર્થીઓ, એક પેઇન્ટર અને એક કોમ્યુટર ટાઇપિસ્ટની ધરપકડ કરી છે. બધાની ધરપકડ રવિવારે દિલ્હી પોલીસ દ્વારા એસઓજી પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. આરોપીઓને શુક્રવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેમાંથી એક આતંકવાદી વકાસે બોમ્બ બનાવવાની ટ્રેનિંગ પણ લઇ ચૂક્યો છે. બાકીના બધાને બોમ્બ પ્લાન્ટ કરવાનું કામ સોંપવાનું કાવતરું રચ્યું હતું.

મુઝફ્ફરનગર રમખાણ: 800થી વધુ આરોપી ફરાર

મુઝફ્ફરનગર રમખાણ: 800થી વધુ આરોપી ફરાર

મુઝફ્ફરનગર: ગત વર્ષે મુઝફ્ફરનગર રમખાણ કેસના 800થી વધુ આરોપીઓની હજુ સુધી ધરપકડ બાકી છે જ્યારે તેમના વિરૂદ્ધ કોર્ટે ધરપકડ વોરંટ જાહેર કરેલા છે.

વિશેષ તપાસ ટીમના વધારા પોલીસ કમિશ્નર મનોજ ઝાએ કહ્યું હતું કે રમખાણ કેસમાં 390 લોકોની ધરપકડ કરવામાં આવી અને 75ને કોર્ટમાં આત્મસમર્પણ કર્યું જ્યારે 804 હજુ સુધી ફરાર છે.

ભુલ્લરની દયા અરજીના ચૂકાદામાં મોડું થયું: કેન્દ્ર

ભુલ્લરની દયા અરજીના ચૂકાદામાં મોડું થયું: કેન્દ્ર

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ગુરૂવારે સ્વિકાર્યું હતું કે મૃત્યુદંડનો સામનો કરી રહેલા દેવિંદર પાલ સિંહ ભુલ્લરની દયા અરજી પર નિર્ણય લેવામાં મોડું થયું અને કહ્યું હતું કે કોર્ટ તેમની પત્નીની મોતની સજાને ઉંમરકેદમાં બદલવાની અરજી પર વિચાર કરી શકે છે. ભુલ્લરને દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસમાં સંડોવાયેલો હોવાના મુદ્દે દોષી ગણવામાં આવ્યો હતો. તેની પત્ની નવનીત કૌરે દયા અરજી પર નિર્ણય લેવામાં થયેલું મોડું અને તે મનોરોગી હોવાના આધાર પર મૃત્યુદંડને ઉંમરકેદમાં બદલવાની માંગ કરી છે.

સરકારે કેજરીવાલે પાસે માંગ્યું 85 હજાર રૂપિયા ભાડું

સરકારે કેજરીવાલે પાસે માંગ્યું 85 હજાર રૂપિયા ભાડું

નવી દિલ્હી: દિલ્હી સરકારે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલને નોટીસ જાહેર કરી તે ફ્લેટનું 85 હજાર પ્રતિ મહિનાના દરે ભાડું ચૂકવવા માટે કહ્યું છે, જેમાં તે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ ગત એક મહિનાથી વધુ સમયથી રહે છે.

અરવિંદ કેજરીવાલને મધ્ય દિલ્હીના તિલક લેન સ્થિત મકાન સી-2, 23માં રહેવાની પરવાનગી માંગી હતી. કારણ કે તેમની પુત્રીની પરીક્ષા છે. લોક નિર્માણ વિભાગના વિશેષ સચિવ દ્વારા સોમવારે નોટીસ જાહેર કરવામાં આવી હતી. આપ પ્રવક્તાએ આ અંગે જણાવ્યું હતું કે કેજરીવાલ ભાડું ચૂકવી દેશે.

જમ્મૂ કાશ્મીર: કઠુઆમાં બોલેરો પર આતંકી હુમલો, એકનું મોત, 3ને ઇજા

જમ્મૂ કાશ્મીર: કઠુઆમાં બોલેરો પર આતંકી હુમલો, એકનું મોત, 3ને ઇજા

જમ્મૂ: જમ્મૂ કાશ્મીરના કઠુઆના દયાલા ચેક પાસે આતંકવાદી હુમલો થયો છે. કઠુઆના જંગલલોટના આર્મી એરિયામાં ફાયરિંગ ચાલી રહ્યું છે. પહેલા ચાર લોકો મોતને ભેટ્યા હોવાના સમાચાર આવ્યા હતા પરંતુ એકની મોતની પુષ્ટિ કરવામાં આવી છે.

આતંકવાદીઓ જમ્મૂ-પઠાણકોઠ હાઇવે પર બોલેરો કારને નિશાન બનાવી. હુમલાવરોએ બોલેરોના ડ્રાઇવરનું અપહરણ કરી લીધું છે. હુમલાવર સેનાની વર્દી પહેરીને આવ્યા હતા અને બોલેરો પર તેમણે ફાયરિંગ કર્યું જેમાં 5 લોકો સવાર હતા. બધા સવારે પંજાબથી આવ્યા હતા અને વેલ્ડિંગનું કામ કરતા હતા. બોલેરો દ્વારા બધા પંજાબ પરત ફરી રહ્યાં હતા.

English summary
Former IPL chairman Lalit Modi has continued his battle against BCCI president N Srinivasan and today called him a "Monster" and "modern day Ravan".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more