For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ-કશ્મીર: પુલવામામાં CRPFના ટ્રેનિંગ કેમ્પ પર આતંકવાદી હુમલો

આતંકવાદીઓએ ફરી જમ્મુ-કશ્મીરના પુલવામાને નિશાન બનાવ્યું છે. રવિવારની સવારે લગભગ 2 વાગ્યાની આસપાસ આતંકવાદીઓએ સીઆરપીઓફના ટ્રેનિગ કેમ્પ પર હુમલો કર્યો હતો. જેમાં બે જવાન શહીદ થયા હતા.

By Kajal
|
Google Oneindia Gujarati News

આતંકવાદીઓએ ફરી જમ્મુ-કશ્મીરના પુલવામાને નિશાન બનાવ્યું છે. રવિવારની સવારે લગભગ 2 વાગ્યાની આસપાસ આતંકવાદીઓએ સીઆરપીઓફના ટ્રેનિગ કેમ્પ પર હુમલો કર્યો હતો. મળતી માહિતી અનુસાર, આતંકવાદીઓએ ટ્રેનિંગ સેન્ટર પર જોરદાર ફાયરિંગ કર્યુ હતું. જેમાં સીઆરપીએફના 4 જવાન શહીદ અને 3 જવાન ઘાયલ થયા હતા. આ બાદ થયેલા ઓપરેશનમાં 3 આંતવાદીઓના મોત થયા હતા. હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. આ હુમલાની જવાબદારી જૈશ-એ-મૌહમ્મદે લીધી છે.

India

ઉલ્લેખનીય છે કે, આ અંગે મહિતી આપતા સીઆરપીઓફના ડી.જી. આર.આર.ભટનાગરએ જણાવ્યું હતું કે, બે કે ત્રણ આંતકવાદીઓ હોઇ શકે છે. આ આતંકવાદીઓ હમણા એક ઇમારતમાં છે તથા થોડી થોડી વારે તેઓ ફાયરિંગ કરી રહ્યા છે. આ આંતકવાદીઓ વહીવટી બ્લોકના ચોથા માળ પર છે અને ત્યાંથી ફાયરિંગ કરી રહ્યા છે. આંતકવાદીઓએ સૌ પ્રથમ હેન્ડ ગ્રેનેડ ફેંક્યા એ બાદ ફાયરિંગ કરવાનું શરૂ કરી નાખ્યું. જેમાં બે જવાન ઘાયલ થયા હતા. આ ફાયરિંગના કારણે તેઓ 2 વાગ્યાની આસપાસ લેથપોરા કેમ્પમાં ઘુસી ગયા હતા. આ હુમલો શ્રીનગરથી માત્ર 32 કિલોમીટરના અંતર પર કરવામાં આવ્યો છે. આ અગાઉ પણ અનેક વખત અહીં આતંકવાદી હુમલાની ઘટનાઓ બની ચૂકી છે. જેમાં અનેક જવાન ઘાયલ અને શહીદ પણ થયા છે.

English summary
Terrorists Attack CRPF Training Centre In Kashmirs Pulwama 2 injured
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X