For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગૃહમંત્રીએ કહ્યું, 'બંને ફિદાઇન પાકિસ્તાનથી આવ્યા હતા'

|
Google Oneindia Gujarati News

home minister
નવી દિલ્હી, 13 માર્ચ: શ્રીનગરના બેમિના વિસ્તારમાં આજે થયેલા આતંકવાદી હુમલામાં 5 સીઆરપીએફના જવાનો શહીદ થઇ ગયા છે. જ્યારે અન્ય 7 લોકો ઇજાગ્રસ્ત છે. આ હુમલા પર ભારતના કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું છે કે પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખતા એવું લાગે છે કે આ બંને આતંકવાદીઓ સરહદ પાર પાકિસ્તાનમાંથી આવ્યા હતા. જોકે આ હુમલામાં બંનેને ઠાર મરાયા છે.

આતંકી હુમલા બાદ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ આને હિદાઇન હુમલો ગણાવ્યો અને જણાવ્યું કે આતંકવાદીઓ પોતાના બદ ઇરાદાઓમાં ક્યારેય પાર નહીં પડે. બીજી બાજું શ્રીનગરમાં થયેલા આતંકી હુમલાને પગલે જમ્મુમાં સચિવાલયની સુરક્ષામાં વધારો કરી દેવાયો છે. આ સમયે રાજ્યના મુખ્યમંત્રી ગૃહમાં જ હાજર હતા અને બજેટ સત્ર ચાલુ હતું.

બીજી બાજુ જમ્મુ-કાશ્મીરની રાજનૈતિક પાર્ટીઓએ આ આતંકી હુમલાની નિંદા કરી છે. નેશનલ કોન્ફ્રેન્સના નેતા ફારુક અબ્દુલ્લાએ આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર એક્ટને હટાવવાની માંગ કરી છે તો પીડીપીએ જણાવ્યું કે હિંસા દ્વારા કોઇપણ સમસ્યાનો હલ નથી મળતો. જ્યારે રક્ષા વિશેષજ્ઞ સુશાંત સરીનના જણાવ્યા અનુસાર તાજા આતંકી હુમલાથી એ નક્કી થઈ ગયું છે કે જમ્મુ-કાશ્મીરમાં આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પાવર એક્ટ યથાવત રાખવો જરૂરી છે.

શું કહ્યું મુખ્યમંત્રીએ:

આ હુમલા અંગે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ વિધાનસભામાં આ અંગે માહિતી આપતા જણાવ્યું કે બેમિના પોલીસ પબ્લિક સ્કૂલ પાસેના સીઆરપીએફ બેન્કરમાં બે ફિદાઇન ઘુસી ગયા હતા. આ ફિદાઇન હુમલો હતો. બંને આતંકીઓને જવાનોએ ઠાર માર્યા છે જ્યારે આ ફાયરિંગમાં સીઆરપીએફના પાંચ જવાનો શહિદ થયા છે અને 7 જવાનો ઘાયલ થયા છે. તેમણે જણાવ્યું કે આ અંગે વધુ માહિતી મળતા હું ગૃહને માહિતગાર કરતો રહીશ.

English summary
Both terrorists had come from pakistan said home minister Sushil Kumar Shinde. 
 
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X