એન્ટી ઠાકરે FB પોસ્ટઃ નવ લોકોની ધરપકડ
મુંબઇ, 20 નવેમ્બરઃ ફેસબુક પર અન્ટી બાલ ઠાકરે કોમેન્ટ કરવા બદલ એક છોકરી અને અન્ય એક યુવતીની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે બીજી તરફ ઠાકરે વિરોધી કોમેન્ટ કરનાર ઉક્ત છોકરીના કાકાની હોસ્પિટલમાં કેટલાક લોકો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. જેના પગલે પોલીસ દ્વારા નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જો કે, હજુ સુધી એ વાત સ્પષ્ટ થઇ નથી કે જેમની ધરપકડ કરવામાં આવી છે તે શિવસૈનિકો છે કે નહીં.
નોંધનીય છે કે, પાલઘર રહેવાસી 21 વર્ષીય શાહીન ઢાઢાએ ફેસબુક પર કોમેન્ટ કરી હતી કે બાળ ઠાકરેના મૃત્યુ પછી શા માટે મુંબઇ શહેર બંધ પાળી રહ્યું છે. આ પ્રકારની કોમેન્ટના અમુક કલાક પછી શાહીનના કાકાની હોસ્પિટલ પર અમુક લોકો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હિંસા અને તોડફોડ કરવા સબબ ગુન્હો નોંધ્યો હતો.
યુવતીના વકીલે કહ્યું છે કે, રવિવારે સાંજે સાત વાગ્યાની આસપાસ અમુક પોલીસ અધિકારીઓ ડો. અબ્દૂલ ઢાઢાની હોસ્પિટલે આવ્યા હતા. જો કે, અબ્દૂલ હાલ મહાબેલશ્વર છે.












Click it and Unblock the Notifications
