પોલીસનો ખુલાસો, લાંચ આપીને બનાવાઇ હતી 'મોતની ઇમારત'
મુંબઇ, 5 એપ્રિલ: ઠાણે બિલ્ડિંગ દૂર્ઘટનામાં અત્યાર સુધી ધરપકડ કરવામાં આવેલા 9 લોકોને 14 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે આ આખી ઇમારત જ ગેરકાયદેસર હતી. પોચી અને પહાડી જમીન હોવા છતા ઇમારત નિર્માણની પ્રક્રિયા શરૂ થઇ, માત્ર 10 ફૂટનો જ પાયો નાખીને 7 માળની ઇમારત માત્ર ત્રણ મહિનામાં ઉભી કરી દેવામાં આવી હતી. ઠાણે પોલીસનો દાવો છે કે આ મામલામાં લેન-દેનના પાક્કા સબૂત છે. ટૂંક સમયમાં હજી અન્ય લોકો પોલીસના હાથે લાગી શકે છે.

ઠાણે બિલ્ડિંગ દૂર્ઘટના માટે જવાબદાર પાંચ દોષી અધિકારીઓ સહિત આઠ લોકોની પોલીસે ધરપકડ કરી લીધી હતી જેમને આજે 14 દિવસના રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના ગૃહમંત્રી આર આર પાટિલે રવિવારે આ જાણકારી આપી.
પાટીલે જણાવ્યું કે ધરપકડ કરાયેલ લોકોમાં ઠાણે નગર નિગમના સસ્પેન્ડેન્ડ ડેપ્યુટી મ્યુનિસિપાલ કમિશ્નર દીપક ચૌહાણ, સહાયક મ્યુનિસિપાલ કમિશ્નર બાબાસાહેબ અંધાલે, ક્લર્ક કિરણ મડકે, કોર્પોરેટર હીરા પાટીલ અને પોલીસ અધિકારી સૈયદનો પણ સમાવેશ થાય છે.
પાટીલે જણાવ્યું કે ડેપ્યુટી મ્યુનિસિપાલ કમિશ્નર દીપક ચૌહાણના 'સંગ્રાહક'ના રૂપમાં કામ કરનાર જબ્બાર પટેલ નામના એક વ્યક્તિને પણ ધરદબોચી લેવામાં આવ્યો છે. જોકે એક પૂર્વ સહાયક મ્યુનિસિપાલ કમિશ્નર જેની ઓળખ થોરબોલેના રૂપમાં કરવામાં આવી છે તે ફરાર છે.
રવિવારે થયેલી આ ધરપકડો ઉપરાંત બે બિલ્ડરો- જમીન કૂરેશી અને સલીમ શેખની ધરપકડ પહેલા જ થઇ ચૂકી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી દૂર્ઘટનાની તપાસના આદેશ પહેલા જ આપી ચૂક્યા છે. શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સંયુક્ત સચિવ આ ઘટનાની તપાસ કરશે. આ દૂર્ઘટનામાં મૃત્યુઆંક અત્યાર સુધી 74 સુધી પહોંચ્યો છે.












Click it and Unblock the Notifications
