સારું છે છોટા રાજન અને અનૂપ ચેતિયા મુસલમાન નથી, નહી તો...
હાલમાં પકડાયેલા અંડરવર્લ્ડ ડોન છોટા રાજન વિષે ફરી એક વાર ટિપ્પણી કરી ક્રોંગ્રેસે બીજેપી પર એક મોટું નિશાન સાંધ્યું છે. અને એક નવા વિવાદને જન્મ આપ્યો છે.
ક્રોંગ્રેસના વરિષ્ઠ નેતા શકીલ અહમદ ટ્વિટ કર્યું છે કે સારું છે છોટા રાજન અને અનૂપ ચેતિયા મુસ્લિમ નથી. તેમણે મોદી સરકાર પર આરોપ લગાવતા કહ્યું છે કે જો તે મુસ્લિમ હોત તો તેમની જોડે બીજેપી સરકાર અલગ વ્યવહાર કરતી.

નોંધનીય છે કે અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને ઇન્ડોનેશિયાના બાલીથી પકડવામાં આવ્યો હતો. છે. છોટા રાજન પર વસૂલી, હત્યા અને તસ્કરીના અનેક આરોપ છે. ત્યારે ઉલ્ફા નેતા અનૂપ ચેતિયા પર હત્યાનો આરોપ છે. ઉલ્ફાના સંસ્થાપક ચેતિયાને વર્ષ 1997માં બાંગ્લાદેશમાં પકડવામાં આવ્યો હતો.












Click it and Unblock the Notifications
